• શું નિષ્ણાંતોની સીધી ભરતી કરવામાં ‘અનામત’ લાગુ પડે?
  • લેટરલ એન્ટ્રીથી પછાત વર્ગોનું આરક્ષણ છીનવી લેવાનો પ્રયાસ, મોદી સરકાર
  • આરએસએસના આગેવાનોને મનગમતી જગ્યાએ બેસાડશે: વિપક્ષના સરકાર ઉપર પ્રહારો

લેટરલ એન્ટ્રી દ્વારા દેશની ટોચની 45 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવી છે.  ત્યારથી રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા નેતાઓ સક્રિય છે અને સરકાર પર અનામત છીનવી લેવાનો આરોપ લગાવી રહ્યા છે.  આ નેતાઓનું કહેવું છે કે સરકાર લેટરલ એન્ટ્રી દ્વારા પોતાના મનપસંદ લોકોને લાવશે અને એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની અનામત છીનવી લેવામાં આવશે.

યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં, નિયામક, સંયુક્ત સચિવ અને નાયબ સચિવ જેવી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે, જે 24 મંત્રાલયો માટે છે.  યુપીએસસીનું આ પગલું નવું નથી. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સમયથી આવું થતું આવ્યું છે, પરંતુ આ વખતે વિપક્ષે તેને અનામત સાથે જોડી દીધું છે.  જેના કારણે નોકરીમાં લેટરલ એન્ટ્રીને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.  ખાસ કરીને યુપી જેવા રાજ્યમાં સારા મત મેળવનાર વિપક્ષી પાર્ટીઓ લોકસભાની ચૂંટણીમાં અનામત છીનવી લેવાની અને બંધારણ બદલવાની વાત કરીને આક્રમક છે.  સાથે જ સરકાર લેટરલ એન્ટ્રીને લઈને જૂનો ઈતિહાસ યાદ કરાવી રહી છે.  પૂર્વ પીએમ મનમોહન સિંહ, આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયા અને સામ પિત્રોડા જેવા લોકો લેટરલ એન્ટ્રી દ્વારા નોકરશાહીનો ભાગ બની ગયા હતા અને લાંબા સમય સુધી આ પદ પર રહ્યા હતા.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, સરકારી કર્મચારીઓની ભરતી માટે લેટરલ એન્ટ્રી એ દલિતો, ઓબીસી અને આદિવાસીઓ પર હુમલો છે.  તેમણે ભાજપ પર ’બહુજન’ પાસેથી અનામત છીનવી લેવાનો આરોપ લગાવ્યો. ઉપરાંત હવે મનગમતી પોસ્ટ આરએસએસના આગેવાનોને આપવામાં આવશે.

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે કેટલીક વિશિષ્ટ પોસ્ટ્સ પર તેમની ઉપયોગીતા મુજબ નિષ્ણાતોની નિમણૂક કરવા માટે લેટરલ એન્ટ્રીની સિસ્ટમ બનાવી હતી, પરંતુ મોદી સરકાર દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે અનામત છીનવીને બંધારણ બદલવાનો આ ભાજપનો ચક્રવ્યૂહ છે.

લેટરલ એન્ટ્રી શું છે?

લેટરલ એન્ટ્રી દ્વારા, પરંપરાગત કેડરમાંથી આવતા ન હોય તેવા લોકોને સરકારી સેવામાં ભરતી કરવામાં આવે છે.  તેઓ આઈએએસ નથી, પરંતુ તેઓને તેમના ક્ષેત્રનો લાંબો અનુભવ છે.  તેમના ક્ષેત્ર અનુભવનો લાભ લેવા માટે, સરકારે ઘણીવાર બહારના લોકોને લેટરલ એન્ટ્રી આપીને સેવાઓમાં લાવ્યાં છે.  ટેલિકોમ, મીડિયા, માઇનિંગ જેવા ઘણા ક્ષેત્રો છે, જેમાં વિશેષ વ્યાવસાયિક અનુભવની જરૂર છે.  સરકાર મોટાભાગે પરંપરાગત કેડરમાંથી આવતા લોકોને બદલે ઉદ્યોગનો અનુભવ ધરાવતા લોકોને આવા વિભાગો ભરવાનું પસંદ કરે છે.  આ માટે લેટરલ એન્ટ્રીની સુવિધા આપવામાં આવી છે.  સામાન્ય રીતે, આના દ્વારા, અધિકારીઓ મધ્ય સ્તર અને વરિષ્ઠ સ્તરે નિયુક્ત થાય છે.

યુપીએ દ્વારા નિયુક્ત પંચે લેટરલ એન્ટ્રીનું સૂચન કર્યું હતું

પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 2018 માં લેટરલ એન્ટ્રી ઔપચારિક રીતે રજૂ કરવામાં આવી હતી.  પરંતુ કોઇનું નામ આપ્યા વગર ભરતી કરવામાં આવી હતી.  લેટરલ એન્ટ્રી લોકોને સામાન્ય રીતે 3 થી 5 વર્ષ માટે રાખવામાં આવે છે.  આ પછી, જો કોઈ શક્યતા હોય, તો તેમને સેવાનું વિસ્તરણ પણ મળે છે.  આ અંગેના વિવાદ બાદ સરકારી સૂત્રોનું કહેવું છે કે યુપીએએ જ લેટરલ એન્ટ્રીને ઔપચારિક બનાવવાનો પ્રયાસ કર્યો હતો.  યુપીએ સરકારે 2005માં બીજા વહીવટી સુધારણા પંચની રચના કરી હતી.  તેના અધ્યક્ષ વીરપ્પા મોઈલી હતા.  આ કમિશને ભલામણ કરી હતી કે કેટલીક પોસ્ટ માટે વિશેષતા જરૂરી છે અને ત્યાં નિમણૂક માટે લેટરલ એન્ટ્રી થવી જોઈએ.

લેટરલ એન્ટ્રીમાં રિઝર્વેશન હોય?

કમિશને કહ્યું કે ખાનગી ક્ષેત્રના લોકો, એકેડેમિયા અને પીએસયુને લેટરલ એન્ટ્રી દ્વારા નોકરશાહીમાં સ્થાન મળવું જોઈએ.  આ કમિશનને ભારતીય વહીવટી સેવામાં સુધારા સૂચવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.  હવે વાત કરીએ આરક્ષણની, તે લેટરલ એન્ટ્રીમાં કેમ નથી મળતી, જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે.  આના પર, કર્મચારી અને તાલીમ મંત્રાલયનું કહેવું છે કે આરક્ષણ 13-પોઇન્ટ રોસ્ટર નીતિ પર આધારિત છે.  આ એક કેડરની ભરતી પર થાય છે, પરંતુ જો એક વિભાગમાં એક જ પોસ્ટ હોય તો તે થઈ શકતું નથી.  વિભાગના સૂત્રોનું કહેવું છે કે કુલ 45 પદો છે અને તેને વિવિધ સ્તરે મંત્રાલયોમાં રાખવાની છે.  આ તમામ પોસ્ટ સિંગલ છે અને તેમાં અનામત લાગુ થઈ શકે નહીં.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.