૧૯૫ માંથી ૧૦૫ સાક્ષીઓ ફરી જતા હાઈકોર્ટનો નવેસરી ટ્રાયલ હાથ ધરવા આદેશ
ખાણ-ખનીજ માફિયા સામે લડત ચલાવનાર આરટીઆઈ કાર્યકર અમિત જેઠવા ખૂન કેસની ટ્રાયલ નવેસરી ચલાવવાના હુકમ સો હાઈકોર્ટ આ કેસના સાક્ષીઓ ફરી જતા હોવાની બાબતને વખોડ કાઢી છે. જસ્ટીસ પારડીવાલાએ આ મામલે કહ્યું હતું કે આ કેસમાં આટલા બધા સાક્ષીઓ ફરી ગયા તે સમજણની બહાર છે. આ ખુબ જ ધ્રાસકાજનક દાખલો છે. કોર્ટે આ મુદ્દે ‘સમાધાનની પ્રકૃતિ’ને જવાબદાર ગણાવી હતી. સામાજીક વાતાવરણ અને રાજકિય સંજોગો આવી પરિસ્થિતિ પેદા કરે છે. “કોઈપણ સ્ળે તો અન્યાય તમામ જગ્યાના ન્યાય સામે ખતરો છે કોર્ટે રાજકારણીઓ અને પૈસાદારો સાક્ષીઓ ખરીદી રહ્યાં હોવાનું કહ્યું હતું. અમિત જેઠવા હત્યા કેસમાં હાઈકોર્ટ સખ્ત વલણ અપનાવ્યું છે. અમિત જેઠવાની ગુજરાત હાઈકોર્ટ નજીક સરેઆમ હત્યા ઈ હતી. કેસમાં ૧૯૫ સાક્ષીઓમાંથી ૧૦૫ સાક્ષીઓ ફરી ગયા હતા.આ કેસમાં ટ્રાયલ નવેસરી ચલાવવા માટેનો હુકમ કરાયો હતો અને બધા જ સાક્ષીઓને નવેસરી બીજા કોઈ જજ સમક્ષ તપાસવા માટે પણ નિર્દેશ આપ્યો હતો.