ભારતે શિક્ષણ, હેલ્થકેર સહિતના ક્ષેત્રે અનેક સફળતાના શિખરો સર કર્યા
-
સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એટલે ભારત
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે જેમાં 91.2 કરોડ ભારતીયો મતદાર તરીકે પોતાની પર જ નિભાવે છે. કઈ કઈ દેશની વસ્તીના 69% લોકો પોતાનો કિંમતી મત આપી રહ્યા છે. પૈસો 51 ની લોકસભા ચૂંટણીમાં 45.67 ટકા લોકોએ મતદાન કર્યું હતું ,જ્યારે 2019 માં 67 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જે ભારતની એક સૌથી મોટી સફળતા છે.
-
યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થતા વાહન ખરીદનારાઓની સંખ્યામાં પણ અધધ વધારો નોંધાયો
કોઈપણ દેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું એટલું જ જરૂરી છે ત્યારે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાદ ભારત દેશમાં વાહન ખરીદનારાઓની સંખ્યામાં અધધ વધારો નોંધાયો છે. ભારત દેશ જ્યારે 1947 માં સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો ત્યારબાદ 1951માં ભારતમાં નોંધાયેલા વાહનોની સંખ્યા માત્ર ત્રણ લાખ જ હતી જે વર્ષ 2019 માં 30 કરોડ એ પહોંચી ગઈ. સ્પષ્ટ સૂચવે છે કે દેશના લોકોની આવકમાં જે રીતે વધારો થયો તેના કારણે તેઓ વાહન ખરીદી કરવામાં પણ આગળ આવી રહ્યા છે. માં વાહન નોંધણીમાં જે આંકડો સતત વધી રહ્યો છે તે આંકડો પ્રતિ વર્ષ 9.91% નો છે એટલે કે 10% ની ઝડપે આ આંકડો સતત વધતો જોવા મળે છે.’
-
વિશ્વની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ એટલે ભારત
ભારતે સ્વતંત્રતા મેળવ્યા બાદ પણ અનેકવિધ વિકટ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને ઘણા ઉતાર ચઢાવવા વર્ષો પણ જોયા છે તેમ છતાં ભારત વિશ્વની છઠ્ઠી મોટી અર્થ વ્યવસ્થા ધરાવતો દેશ છે જે હાલ 3.17 ટ્રીલીયન ડોલર ઇકોનોમી ધરાવે છે. હાલ સરકાર દ્વારા જે વિકાસલક્ષી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તેને ધ્યાને લઈ વડાપ્રધાન મોદીના પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે દરેક ક્ષેત્ર પોતાનું આગવું પ્રદર્શન કરી રહ્યું છે. તરફ સ્વતંત્રતા મળ્યા બાદ ભારતની પર કેપીતા આવકમાં 500 ઘણો વધારો પણ નોંધાયો છે. નહીં ગત 20 વર્ષમાં ભારતની જીડીપીમાં 10 ગણો વધારો પણ નોંધાયો છે.
-
અનાજ ઉત્પાદનમાં 500 ટકા નો ઉછાળો
ભારત ખેતીપ્રધાન દેશ છે એ વાત સાચી છે પરંતુ સરકાર દ્વારા સમય અનુસાર જે રીતે ટેકનોલોજીમાં બદલાવની સાથે ખેડૂતોની આવક બમણી કરવા માટેના જે પગલાંઓ લેવામાં આવ્યા તેમાં અનાજ ઉત્પાદનમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. કે નહીં ગ્રામ્ય અર્થવ્યવસ્થાને પણ ઘણો ફાયદો પહોંચ્યો છે. 1951ની સ્થિતિએ 36.10 કરોડ લોકો ગ્રામ્ય વિસ્તારમાં તા હતા અને તેમનું સંપૂર્ણ ગુજરાત ખેતી ઉપર આધારિત હતું છતાં પણ જે રીતે ઉત્પાદન મળવું જોઈએ તે મળી શકતું નહોતું પરંતુ હાલ ટેકનોલોજીના આવિષ્કાર અને ખેડૂતોમાં આવેલી જાગૃતિના કારણે અનાજ ઉત્પાદનમાં બમ્પર વધારો થઈ રહ્યો છે જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ લાભદાયી છે.
-
અનેક ક્રાંતિકારી નિર્ણયોના પગલે આવ્યા મોટા ફેરફારો, હવે મહાસત્તા બનવા તરફ પ્રયાણ
ભારતની આઝાદીના 75 વર્ષના સમયગાળામાં અનેકવિધ સફળતાના શિખરો દેશે સર કર્યા છે. એટલું જ નહીં ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે જેની અખંડતાની મિસાલ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. પરંતુ વાસ્તવિકતા છે કે જે દેશમાં રાજકીય સ્થિરતા હોય તે દેશની અર્થ વ્યવસ્થા દિન પ્રતિદિન આગળ વધતી હોય છે અને એ જ સ્થિતિ હાલ ભારત દેશમાં જોવા મળી રહી છે. ભારતે 75 વર્ષના સમયગાળામાં અનેકવિધ ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરી દેશને એક અલગ જ મુકામ ઉપર પહોંચાડ્યું છે. પછી તે શિક્ષણ ક્ષેત્ર હોય, સ્વાસ્થ્ય ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર હોય કે પછી અન્ય કોઈપણ. આઝાદી ક અમૃત મહોત્સવ અને 76 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે વડાપ્રધાન મોદીએ ભારતના 25 વર્ષના સમયગાળા માટે પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું. માં ભારતને વિકસિત દેશમાં સમાવવા સાતોસાથ દેશની સાર્વભૌમતા અને અખંડિતતા ને જાળવવા નું પણ કહેવામાં આવ્યું છે. જરૂરી એ છે કે ભારતે તેના 75 વર્ષના સમયગાળામાં જે સિદ્ધિઓ વિવિધ ક્ષેત્રે હાંસલ કરી છે તેની પાછળ મુખ્ય કારણો ક્યાં રહ્યા અને એ સિદ્ધિઓ હાંસલ કેવી રીતે થઈ.
-
ભારતનું સ્વચ્છ ભારત મિશન સફળ નિવડ્યું
ભારત સરકારનો મુખ્ય લક્ષ્ય એ હતો કે સ્વચ્છ ભારત મિશનને અમલી બનાવ્યા બાદ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું કે દેશમાં મોર્ટાલિટી રેટમાં ઘટાડો આવે પરિણામે સરકારે દરેક ગામડામાં સુલભ શોચાલયો ઉભા કર્યા અને લોકોને તેમના સ્વાસ્થ્ય અંગે જાગૃત પણ બનાવ્યા પરિણામ સ્વરૂપ 1000 લોકો સામે 146 લોકોના મૃત્યુ નીપજતા હતા જે હવે આંકડો ઘટીને 30 સુધી પહોંચ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કોની જાગૃતતામાં વધારો આવ્યો અને તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણ સજાગ થયા છે. લોકોની જીવન અવધિમાં પણ સતત વધારો નોંધાયો છે. 1951માં પુરુષોની જીવન અવધિ 37.2 વર્ષની હતી જે વધી 68.2 વર્ષની થઈ છે. મહિલાઓમાં પહેલા 36.2 વર્ષ હતી તે વધી 70.7 વર્ષ બની છે. જેનું મુખ્ય કારણ ભારતીય લોકોનું જીવન ધોરણ ઉંચુ આવ્યા નું છે.
-
ભારત દેશના વિકાસનું મુખ્ય કારણ તેનો નિકાસ
અન્ય દેશોની સરખામણીમાં ભારત દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે અને આર્થિક રીતે ઉન્નત પણ થતું જોવા મળે છે ત્યારે 75 વર્ષના સમયગાળામાં ભારતે નિકાસ ક્ષેત્રે ખૂબ મોટા પગલાંઓ ભર્યા છે. જેના કારણે ભારતનો નિકાસ ક્ષેત્રે પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. 1950-51 માં ભારતે 1.27 બીલિયન ડોલરનું નિકાસ કર્યું હતું, જે કે વર્ષ 2022 માં 419.5 બિલિયન ડોલરે પહોંચ્યું છે. આ સમયગાળામાં ભારતે તેની નિકાસમાં 600 ગણો વધારો નોંધાયો છે.
-
ભારતનો ઉર્જા ક્ષેત્રે વિકાસ
એક સમય ભારત ઉર્જા ક્ષેત્રે ડેફિસીટમાં ચાલતું હતો પરંતુ હવે ઉર્જામાં ભારત ઘણો પ્લસ છે. ભારત પાસે 3.70 લાખ ગીગા વોટ ની ઇન્સ્ટોલ કેપેસિટી છે જે ઉર્જા ક્ષેત્રે એક ક્રાંતિ કહી શકાય. ભારત સ્વતંત્ર દેશ બન્યો ત્યારે દેશ પાસે માત્ર ₹1,362 ગીગા વોટ ની જ ઇન્સ્ટોલ કેપેસિટી હતી પરંતુ ઉતરોતર સરકારે ઉર્જા ક્ષેત્રે જે રીતે કાર્ય હાથ ધર્યું તેના કારણે હાલ ભારત સરપ્લસ દેશ બન્યો છે અને અત્યારે પણ વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓ ઉર્જા ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને આવનારા સમયમાં પણ આ ક્ષેત્રને ઝડપભેર આગળ વધારવા માટેના વિવિધ આયોજનો પણ કરી રહ્યું છે.
-
હાઇવે નિર્માણનું કાર્ય ઝડપી બનતા અર્થવ્યવસ્થામાં સુધારો આવ્યો
એક સ્થાનેથી બીજા સ્થાને માલના પરિવહન માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું એટલું જ જરૂરી છે ત્યારે સરકારે પ્રાથમિકતાના ધોરણે જે રીતે રાષ્ટ્રીય અધિકૃત હાઇવેને સુસજ બનાવવા માટે કવાયત હાથ ધરી તેના કારણે માલના પરિવહનમાં ખૂબ ઝડપી વધારો જોવા મળ્યો અને દેશની અર્થવ્યવસ્થામાં પણ વધારો થયો.
આવનારા સમયમાં પણ સરકાર હજુ અનેક હાઇ-વેના નિર્માણ કાર્યોને આગળ ધપાવી રહ્યું છે જેથી ઉદ્યોગોને સહુલત મળી રહે
-
ભારત દેશની 75% વસ્તી અભ્યાસુ
દેશના વિકાસમાં અર્થવ્યવસ્થાની સાથે શિક્ષણનું પણ એટલું જ મહત્વ છે ત્યારે ભારતની 75% વસ્તી અભ્યાસુ હોવાના કારણે વિકાસ તરફ આગળ વધી રહી છે. વર્ષ 1950માં 10 માંથી માત્ર બે ભાગ્યો જ શિક્ષિત હતા જે આપણો હવે સતત વધી રહ્યો છે અને મહિલાઓમાં પણ શિક્ષણનું સ્તર ખૂબ જ વધ્યું છે. પ્રાથમિક શિક્ષણમાં પણ દીકરીઓ ના આંકડાઓ સતત વધી રહ્યા છે જે વર્ષ 2018માં 74.4% સુધી જોવા મળ્યું.
-
દિન પ્રતિદિન ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વધારો
કોઈપણ દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ મજબૂત બને જ્યારે જે તે દેશનું વિદેશી હૂંડિયામણ સતત વધતું હોય ત્યારે ભારત વિદેશી હૂંડિયામણની સ્થિતિમાં વિશ્વનો ચોથો મોટો દેશ છે. 1951 52માં ભારતનું વિદેશી હૂંડિયામણ 1.82 બિલિયન ડોલર રહ્યું હતું. વર્ષ 2021- 22 માં 607 બિલિયન ડોલરે પહોંચ્યું છે એટલે કે 335 ઘણો વધારો નોંધાયો છે. દેશી હુંડિયા પણ એકત્રિત કરવા માટે ભારતે અનેક વિકાસલક્ષી પગલાંઓ લીધેલા છે અને વિદેશ નીતિમાં પણ ઘણો ફેરફાર કર્યો છે પરિણામ રૂપે દેશનું વિદેશી હુંડિયામણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.
-
વિશ્વની સરખામણીમાં ભારત દૂધ ઉત્પાદનમાં સૌથી મોટો દેશ
ભારત ખેતીપ્રધાન દેશ હોવાના કારણે પશુપાલકોની સંખ્યામાં પણ ખૂબ જ વધારો જોવા મળતો હોય છે ત્યારે ભારત વિશ્વની સરખામણીમાં દૂધ ઉત્પાદનમાં સૌથી મોટો દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે છેલ્લા ત્રણ દાયકામાં દૂધ ઉત્પાદનમાં ભારતમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.
વર્ષ 1950-51માં 17 મિલિયન ટન ઉત્પાદન હતું જે વર્ષ 2020-21માં 209.96 મિલિયન ટને પહોંચ્યો છે.
-
ઉચ્ચતર અભ્યાસમાં ભારત ખૂબ જ આગળ
વર્ષ 1950માં ભારત પાસે માત્ર 27 યુનિવર્સિટી અને 578 કોલેજો હતી. હવે અનેક ગણો વધારો નોંધાયો છે હાલ ભારત પાસે 1043 જેટલી યુનિવર્સિટીઓ અને 42000 કોલેજો છે જેમાં મહિલાઓ ની સંખ્યામાં 18.2% જેટલો વધારો જોવા મળ્યો છે.આંકડા પાછળનું મુખ્ય તથ્ય એ છે કે વિદ્યાર્થીઓમાં શિક્ષણ મેળવવા માટેની જાગૃત ખૂબ જ વધી છે.
-
ઉડયન ક્ષેત્રે પણ ભારતે આગવું સ્થાન હાંસલ કર્યું
સમગ્ર વિશ્વની સરખામણીમાં ભારત ત્રીજો સૌથી મોટો ડોમેસ્ટિક એવીએશન ધરાવતો દેશ બન્યો છે જેમાં સરકાર દ્વારા જે રીતે અધ્યતન હવાઈ મથકો બનાવવામાં આવી રહ્યા છે તેના કારણે છેલ્લા ચાર દાયકામાં 30 ટકા જેટલો ગ્રોથ પણ જોવા મળ્યો છે અને ગત બે દશકમાં હવાઈ મથકો ઉપર યાત્રિકોની અવરજવર 10 ગણી વધી છે.
-
દેશમાં મેડિકલ શિક્ષણની સાથોસાથ ડોક્ટરોની સંખ્યામાં પણ વધારો થયો
સરકારનો મુખ્ય લક્ષ્ય આઝાદી બાદ એ જ હતો કે દેશનું સ્વાસ્થ્ય વધુને વધુ કઈ રીતે સુદ્રઢ બનાવી શકાય જેના માટે સરકારે સર્વપ્રથમ મેડિકલ એજ્યુકેશન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું પરિણામે વર્ષ 1950 માં ભારત પાસે માત્ર 28 મેડિકલ કોલેજો જ હતી જેમાં હવે ખૂબ જ વધારો થયો છે એટલું જ નહીં મેડિકલ કોલેજો વાંચતા ની સાથે જ ડોક્ટરોની સંખ્યામાં પણ ખૂબ વધુ વધારો નોંધાયો છે. વર્ષ 1951માં ભારત પાસે માત્ર એક્સાઈટ હજાર તબીબો જ હતા જે હાલ 13,00,000 થઈ ગયા છે. એટલુંજ નહીં આયુષ ડોક્ટરોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળ્યો છે અને તે આંકડો 5.65 લાખે પહોંચ્યો છે.