મુળી તાલુકાનાં સરલા, ગઢડા, ગામે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મકવાણા એ પ્રવાસ કરી જનજાગૃતિ અભિયાન અને ખેડૂતો નાં પ્રશ્નો એ સમજ આપી હતી તેઓ સરલા જીલ્લા પંચાયત સીટનાં પ્રભારી તરીકે પ્રવાસ માં હતાં ત્યારે સરલા ગામે વિશાળ સભા માં હાજરી આપી હતી અને પટેલ સમાજનાં અગ્રણી અને જે.ડી.યુ નાં સુરેન્દ્રનગર જીલ્લા નાં આગેવાન અને ૨૦૧૨માં વઢવાણ વિધાનસભાનાં ઉમેદવાર એવા ગણપતભાઇ પટેલે કોંગ્રેસ નો ખેસ પહેર્યો હતો અને તેમની સાથે અસંખ્ય કાર્યકરો સાથે જોડાયા હતા.

ઠાકોર સમાજના યુવા આગેવાન નિતીન સુરસંગભાઈ અને કારડીયા રાજપુત સમાજનાં ગગજીભાઈ સોલંકી તેમનાં કાર્યકરો સાથે ભાજપ ને રામરામ કરી કોંગ્રેસમાં ૩૦૦ કાર્યકરો જોડાયા હતા મુળી તાલુકા માં રાજકીય ચકચાર ફેલાઇ ગઇ હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવશુ તેમ જણાવ્યું હતું ભાજપનો સાથી પક્ષ જે.ડી.યુ અને ભાજપનાં આગેવાનો કોંગ્રેસનો હાથ થામતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.આ તકે કલ્પનાબેન મકવાણા એ તમામ ને આવકારી ને સ્વાગત કર્યું હતું સાથે તાલુકા પંચાયત સભ્ય જગદીશભાઈ પટેલ , જીલ્લા પંચાયતનાં સદસ્ય મધુબેન પટેલ ,કીશાન કોંગ્રેસ પ્રમુખ આર.કે.કરપડા, સરલા સરપંચ લતાબેન પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.