આર્થિક પછાત સવર્ણોના આર્થિક ઉત્કર્ષ માટેના મુસદ્દાને લોકસભામાં પસાર કરાવવામાં નરેન્દ્ર મોદી સરકાર ખૂબજ સારી રીતે સફળ રહી છે. આ પ્રક્રિયામાં કેન્દ્રનાં વિવિધ પક્ષો અને નેતાગીરીએ પણ સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સવર્ણોના વિકાસ માટે દેશના સૌ પ્રથમ ગણાય તેવા પ્રયાસોને સમર્થન આપ્યું છે. સવર્ણોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ભરતી અને દશ ટકા અનામત અંગે બંધારણીય સુધારાવિધાયક લોકસભામાં સરળતાથી મંજૂરી માટે મૂકાતા આ માટે બંધારણના ૧૨૪માં સુધારાની રજુઆતમાં ૩૨૩ સભ્યોના સમર્થનથી આ વિધેયક પસાર કરાવીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના તમામ વર્ગનાં બીન અનામત કેટેગરીમાં આવતા વિવિધ ધર્મ નીતિના સવર્ણો ઉચ્ચ વર્ગના આર્થિક પછાત પરિવારો ને સરકાર નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓમાં સીધી ભરતીથી દશ ટકાના દરે લાભ આપવાના આ વિધેયકથી ઓબીસી અનામત કવોટામાં કોઈ પ્રકારની છેડછાડ કર્યા વિના આર્થિક પછાત તમામ વર્ગનાં સવર્ણોને સમાન તક મળશે આ જોગવાઈના અમલ માટે એસસી. એસ.ટી.વર્ગની અનામતની જોગવાયોને સ્પર્શ કર્યા વિના અમલીકરણનો નવોરાહ રચવામાં આવેલ છે.
દેશના આર્થિક પછાત નાગરીકોને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોડવા માટેના વડાપ્રધાનના રાજકીય સમર્થન મળવા પામ્યું છે જે દેશના લોકતાંત્રીક ઈતિહાસમાં એક આગવી પરંપરાના પગરણ સમુ છે. બદલતી જતી સામાજીક આર્થિક પરિસ્થિતિ વચ્ચે આર્થિક પછાત સવર્ણોને પણ જીવન ધોરણ સુધારવાની તકો ઉપલબ્ધ કરવાની જરૂરીયાતો અને ગુજરાતના પાટીદારો મરાઠા, ગુજજર, જાટ સમદાયના બીન અનામત વર્ગના દેશના ખૂબજ મોટા સમુદાયમાંથી ઉઠી રહેલી આરક્ષણની માંગને સીધી રીતે બંધારણીય અનામત જોગવાઈના કારણે અમલ કરવુ શકય નથી. માટે ખૂબજ વિદ્વતા પૂર્વકના અધ્યયન અને સરળતાથી આર્થિક પછાત સવર્ણોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓમાં દશ ટકા અનામત માટેના ખોલવામા આવેલા દરવાજા જેવા સુધારા વિધેયકથી આરક્ષણની માંગ અને બીન અનામત વર્ગમાં પ્રવર્તતી સામાજીક અસમાનતાની લાગણીને ખૂબજ સારી રીતે ન્યાય મળી રહે તે માટેના આ પ્રયાસ દેશના આર્થિક પછાત સવર્ણો માટે આર્શીવાદરૂપ બનશે. અત્યાર સુધી આણક્ષણ મુદે ચાલી રહેલી માંગ અને રાજકીય અવ્યવસ્થાના અનામતની બંધારણીય મર્યાદાની જોગવાઈના કાયદા વિધાનસભા, લોકસભા અને રાજય સભાની મંજુરીની પ્રક્રિયામાં સાંગોપાંગ ઉતરી જાય તો પણકાયદા અને બંધારણની જોગવાયના કારણે સુપ્રીમ કોર્ટમાં અટકી પડે છે. અને આરક્ષણ દેવાની દરેક હિમાયત ભલામણ અને પ્રયાસો માત્ર વાતોના દિલાસા જેવા બની રહે છે. ત્યારે કેન્દ્ર સરકાર આરક્ષણની વર્તમાન જોગવાયોને જરાપણ અડયા વિના સવર્ણોને આર્થિક સધ્ધર બનાવવા માટેની ખાસ સુધારા જોગવાઈથી એ તમામ આર્થિક પછાત વર્ગની સવર્ણોને સરકારી નોકરીની સીધી ભરતી અને ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓમાં પ્રવેશમાં લાભ મળશે. લોકસભામાં પારીત આ વિધેયકને દેશના વિવિધ રાજકીય પક્ષોએ પણ ઉષ્મા ભર્યું સમર્થન આપ્યું છે. રામવિલાસ પાસવાન, સંદીપ બંધોપાધ્યાય, જનતાદળ, માર્કસવાદી પક્ષ, જનતાદળ યુનાયટેડ, અપનાદળ જેવા મોટાભાગના પક્ષોએ વિવિધ સુચનો સાથે આ પ્રયાસને આવકાર્યો છે. દેશના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ આ બીલને યોગ્ય પણ જે સમયે રજૂ થયો તે માટે શંકા વ્યકત કરી હતી. પરંતુ સરેરાશ વડાપ્રધાન મોદીના આ વિધેયક સાથે સમગ્ર દેશમાં પ્રચંડ સમર્થનનો માહોલ ઉભો થયો છે. રાજકીય રીતે મુલવીએ તો વડાપ્રધાન મોદીનો ૨૦૧૯ની ચૂંટણી પૂર્વનો આ માસ્ટર સ્ટ્રોક ગણી શકાય, સારા પ્રયત્નોને શોનું સમર્થન મળે તે ઉકતી આર્થિક પધ્ધતી સવર્ણોના આ ખાસ પેકેજથી હવે જોઈએ કે આ પ્રયાસને અને તેની અમલ આર્થિક પછાત સવર્ણોને કેવો ફળે છે.