ધારાસભ્ય પદન છીનવાઈ અને રાજકિય છબી ન ખોરવાઈ માટે લેવાયેલો નિર્ણય
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપર તલવાર લટકી રહી છે કારણ કે તેમના ઉપર ધારાસભ્ય પદ છીનવાય તે સંકટ ઉભું થયું છે માટે તેઓએ તેમના 33 ધારાસભ્યોને ચાર્ટર ફ્લાઇટ મારફતે રાયપુર મોકલવાનો નિર્ણય લીધો છે. તેમના દ્વારા એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને તેમને એ વાતનો ડર છે કે તેમના ધારાસભ્યો ને ભાજપ ન ખેંચી લે પરંતુ હેમંતની આ રાજકીય નોટંકી ખરા અર્થમાં સામે આવી છે જેનું મુખ્ય કારણ એ છે કે તે ને એ વાતનો ડર છે કે તેનું ધારાસભ્ય પદ છીનવાઈ જશે માટે તેઓએ પોતાના 33 ધારાસભ્યોને રાયપુર મોકલવાનો રાજકીય નિર્ણય લીધો છે.
બીજી તરફ હેમંત સોરેનને એ વાતનો પણ ડર છે કે તેમની રાજકીય છબી ન ખોળવાઈ. ઝારખંડમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વમાં સત્તારૂઢ યુપીએ ગઠબંધનના તમામ ધારાસભ્યોને છત્તીસગઢની રાજધાની રાયપુર લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.કોંગ્રેસ કમિટીના નામે બે ચાર્ટર્ડ પ્લેન બુક કરવામાં આવ્યા છે. એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે આ બંને વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ સાંજે 4.30 વાગ્યે બિરસા મુંડા એરપોર્ટ પર ઉતરશે.
છત્તીસગઢ ઝારખંડનું પડોશી રાજ્ય છે અને ત્યાં કોંગ્રેસની સરકાર છે. તેથી યુપીએના ધારાસભ્યો માટે છત્તીસગઢ સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. આ ઉપરાંત, જો મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ રાજ્યપાલનો નિર્ણય આવે અને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની જરૂર હોય, તો માત્ર થોડા કલાકોમાં જ છત્તીસગઢથી ઝારખંડની રાજધાની રાંચી પહોંચી શકાય છે.
ખનન મુદ્દે હેમંત સોરેન ઉપર અનેક આક્ષેપો થઈ રહ્યા છે. જેનાથી બચવા અનેક રાજકીય દાવ પેચ રમવામાં આવી રહ્યા છે. ઝારખંડમાં હેમંત સોરેન મુખ્યમંત્રીની ખુરશી જવાની સંભાવનાઓને જોતા પોતાના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા માટેનો તખ્તો તૈયાર કરાયો છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તે માટે તેમના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા હેમંત દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.