ભારતના રાજદ્વારી ઈતિહાસમાં રાજકીય અમરત્વ ધરાવતા મહાનુભાવોમાં દેશ માટે આજીવન સ્મરણ્ય કાર્ય કરનારા આંગળીના વેઠે ગણાય તેટલા મહાનુભાવોમાં મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષ ચંદ્રબોઝ, ઈન્દિરા ગાંધીની નામાવલીમાં ગઈકાલે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની જોડી ભારતની રાજકીય તવારીખમાં રાજકીય અમરત્વ સિધ્ધ કરી ચૂકી છે.
આઝાદીકાળમાં દેશની રચના અને લોકતાંત્રીક સુદ્દઢિકરણમાં જેવી રીતે ગુજરાતનાં મહાત્માગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ યાદગાર ભૂમિકા ભજવીને રાજકીય અમરત્વ પ્રાપ્ત કર્યું હતુ આજ ઘટનાનો ગઈકાલે આઝાદીનો સાત દાયકા બાદ ફરીથી પુનરાવર્તન થયું હોય તેમ ગુજરાતનાં બે યુગપુરૂષો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનું જ પરાક્રમી સાહસ કર્યું છે. તેનાથી બંને મહાનુભાવો દેશના રાજકારણમાં અમર બની ચૂકયા છે. કાશ્મીરનો નિર્ણય લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરીકોનાં દિલમાં કાયમી મુકામ બનાવી લીધું છે. તેનાથી હવે નરેન્દ્ર મોદીને કોઈ કયારેય બીટ નહી કરી શકે તે વાત નિશ્ર્ચિત બની છે.
આઝાદી કાળથી જ કાશ્મીરની સમસ્યા દેશ માટે નાસુર બની ગઈ હતી ભાગલા પછી અંગ્રેજોના ભારતના ટુકડા કરવાની કુટનીતિથી વેરાયેલા રાજકીય ઘણાની લાલચમાં આવીને હરિસિંહએ કાશ્મીરને સ્વાયત રાજબનાવવાનો નિર્ણય લીધો ભારતથી વિખુટાપડીને સ્વાતંત્ર અસ્તિત્વ માટે મથતા હરિસિંહની શકિતનો માપ કાઢીને કલાઈલીઓએ ઉપાડેલા હથીયારોથી બચવા માટે હરિસિંહે સરદારનું શરણ લીધઉ અને કેટલીક શરતોને આધિન કાશ્મીરનું ભારતમાં જોડાણ થયું પાછલથી હરિસિંહનું પરિબળ તો નિકળી ગયું પરંતુ કાશ્મીરની સ્વાયત્તા દેશ માયે અપશુકનિયાળ સાબિત થઈ હતી.
આજદિન સુધી આ સમસ્યાથી દેશ પિડાય રહ્યું હતુ કાશ્મીરની મૂકિત માટે શ્યામાપ્રસાદ મુખજીએ શ્રીનગરમાં કાશ્મીરીયત માટે ૨૩મી જૂન ૧૯૫૩ના દિવસે આપેલી શહાદત એળે ન જાય તે માટે દેશના રાષ્ટ્રવાદી લોકોએ કાશ્મીરની મૂકિતની ચળવળ ચાલુ રાખી હતી. અલગતાવાદીઓના વધતા જતા પ્રભાવથી કાશ્મીરમાં દેશનો તિરંગો ફરકાવવો પણ મુશ્કેલ બન્યો હતો.
૨૬મી જાન્યુઆરી ૧૯૯૨ના દિવસે નરેન્દ્રભાઈ મોદીએ શ્યામાપ્રસાદ મુખર્જીનું સપનું સિધ્ધ કરવા જાનના જોખમે કાશ્મીરનાં લાલચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો ભાજપના સ્થાપક શ્યામાપ્રસાદ મુર્ખજી માનતા હતા કે કાશ્મીરની સ્વાર્યત્તા દેશની અખંડીતતા માટે કાયમી બોજ રૂપ છે. એક દેશમે દો વિધાન, દો. નિશાન, દો. પ્રધાન નહિ ચલેગાનું સુત્ર આપનાર શ્યામાં પ્રસાદ મુખર્જીનું સપનું પૂરૂ કરવાના સંકલ્પોને યાદ કરવામાં આવતા હતા. પરંતુ તેમના અમલની પ્રબળ ઈચ્છા શકિત નરેન્દ્ર મોદીએ સાચવી રાખી હોયતેમ સત્તાથી જોજનો દૂર હતા ત્યારે ૧૯૯૨માં જાનની પરવા કર્યા વગર લાલચોકમાં ત્રિરંગો ફરકાવવાની તક જેવી રીતે નરેન્દ્ર મોદીએ ઉપાડી લીધી હતી. આજ રીતે ગઈકાલે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના સપાનોને પણ નરેન્દ્ર મોદીએ સિધ્ધ કરીને તેમની રાષ્ટ્રીય સેવાની પ્રતિબધ્ધતા સાકાર કરી છે.
કાશ્મીરના મુદાના ઉકેલમાં કયાંકને કયાંક રાષ્ટ્રીય ઈચ્છા શકિતનો અભાવ રહેતો હતો આ અભાવનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેદ ઉડાડીને ગઈકાલે દેશને અત્યાર સુધી જેની પ્રતિક્ષા હતી તેની ઉપલબ્ધી કરાવી દીધી છે
કાશ્મીરના સ્વાયત્ત દરજજાને દૂર કરવા માટે સ્થાનિક વિધાનસભાની મંજૂરીની આવશ્યકતાના અવરોધને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે જેવી રીતે કાશ્મીરને ત્રણ ભાગોમાં વિભાજીત કરી બે પ્રદેશોને કેન્દ્ર શાસીત જાહેર કરીને બંધારણનીક મૂળભુત સ્થિતિને જરાપણ અડયા વગર કાશ્મીરની સમસ્યાનો ઉકેલ માખણમાંથી વાળ ખેંચાય તે રીતે કરીને વિશારદ રાજકીય બુધ્ધિશકિતનું પ્રમાણ આપ્યું છે. કાશ્મીરની સમસ્યાનો ઉકેલ એક બે મહિનાની કવાયતનું પરિણામ નથી શ્યામાપ્રસાદ મુર્ખજીના સંકલ્પથી લઈને લાલચોકમાં નરેન્દ્ર મોદીના હાથે ધ્વજવંદન કાશ્મીરમાં અલગતાવાદીઓનો સફાયો વિશ્ર્વ સમાજ સાથે સદભાવ વ્યવહાર, પાકિસ્તાનને આતંકવાદની હિમાયત માટે વિશ્ર્વસમક્ષ ખૂલ્લુ પાડવાથી લઈ અમિત શાહના લોખંડી મનોબળને ગૃહમંત્રાલયની શકિત પ્રધાન કરીને શાહની ચાણકય બુધ્ધિનો ઉપયોગકરીને કાશ્મીરની સ્થાનિક પરિસ્થિતિને કાબુમાં લેવાની સાથે સાથે અમિતશાહે રાજદ્વારી રીતે તમામ રાજકીય પક્ષો સમર્થન અને પરામર્શ માટે ભૂતકાળમાં જે રીતે અખંડ ભારતની રચના માટે સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓના એકત્રીકરણ માટે જેવી રીતે રાજકીય મુસદ્દીગીરીનો ઉપયોગ કરીને મોટાભાગના પક્ષોને આ સમસ્યાના ઉકેલ માટે સહમત કર્યા હતા. તે માટે અમિત શાહને અવશ્ય તવારીખ યાદ રાખશે.
સરકારના ચાર મહત્વના નિર્ણયોમાં જમ્મુ-કાશ્મીર રાજયના બંધારણ અનુછેદ ૩૭૦ (૧) અનવયે તમામ ખંડોની સમાપ્તી અને રાજયનું વિભાજન જમ્મુ કાશ્મીર અને લડાખને લઈ કેન્દ્ર શાસીત પ્રદેશોમાં વહેચવુ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસીત પ્રદેશના પોતાના વિધાયકનો નિર્ણય અને લડાખમાં વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરીને નરેન્દ્ર મોદીએ અગાઉને પોતાના અનેક નિર્ણયોની જેમ આ નિર્ણયમાં પણ લોકોને આંચકો આપ્યો હતો.
કાશ્મીર મુદે સરકારના આ નિર્ણયથી વિશ્ર્વએ પણ રાહતરૂપ વિસ્મય જનક અને મોદીની હિંમતને દાદ આપતો આંચકા અનુભવ્યો છે નરેન્દ્ર મોદી અને શાહ કાશ્મીરના ઉકેલના નિમિત બનીને રાજકીય અમરત્વ પામી ગયા તેમા બે મત નથી.