મહિંદા રાજપક્ષેની વડાપ્રધાન પદે નિયુકિત સુપ્રીમ કોર્ટ પછી સંસદે પણ નકારી
અવિશ્ર્વાસ પ્રસ્તાવ ફરી પસાર કરવા માંગ
સંસદમાં રાજપક્ષેે અને વિક્રમાસિંઘના સમર્થકો વચ્ચે ખુલ્લેઆમ મારા મારી
સ્પીકર પર પુસ્તકો અને બોટલો ફેંકાઇ
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં રાજકીય અંધાધુધી ચરમસીમાએ પહોંચી ગઇ છે. ર૬ ઓકટોમ્બરથી શરુ થયેલ રાજનીતીક સંકટ શ્રીલંકામાં વધુ ધેરુ બનતું જઇ રહ્યું છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ જાહેર કરેલ વડાપ્રધાન રાજયાકસે સામે સંસદમાં અવિશ્ર્વાસનો પ્રસ્તાવ પસાર થતા ઉગ્ર બોલાચાલી થઇ હતી. શ્રીલંકન સંસદમાં સાંસદો વચ્ચે અડધો કલાક સુધી છુટાહાથની મારા મારી થઇ હતી.
થોડા દિવસ અગાઉ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરીસેનાએ તત્કાલીન વડાપ્રધાન વિક્રમાસિંધ ને પદભ્રષ્ટ કર્યા હતા અને તેમની જગ્યાએ મહિંદા રાજયાકસેને બેસાડી નવા વડાપ્રધાન ધોષિત કરી દીધા હતા. સિરીસેનાના આ નિર્ણયથી શ્રીલંકામાં અગનજવાળા ઉભી થઇ હોય તેમ મોટું રાજનીતીક સંકટ ઉભુ થયું હતું. જેના પગલે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિ સિરીસેનાએ સંસદ ભંગ કરવાનો પણ આદેશ પારિત કરી દીધો હતો. જેનો પૂર્વ પીએમ વિક્રમાસિંધ અને તેના સમર્થકોએ ઉગ્ર વિરોધ કરતા સમગ્ર મામલો સુપ્રીમમાં પહોચ્યો હતો. સુપ્રીમે સિરીસેના આ સંસદ ભંગ કરવાના નિર્ણય પર રોક લગાવી આગામી જાન્યુઆરીમાં યોજાનાર ચુંટણી પર પણ સ્ટે મુકી દીધો હતો.
શ્રીલંકાની સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ ગુરુવારના રોજ ફરી સંસદ બોલાવવામાં આવી હતી જે દરમિયાન રાજયાકસે સરકાર માટે બહુમત પ્રસ્તાવ પસાર કરાયો હતો. પરંતુ રાજયાકસેને સરકાર રચવા માટે બહુમત હાંસલ થઇ ન હતી.
આ દરમિયાન સંસદમાં રાજયાકસે નિવેદન આપવા રહ્યા ત્યારે સ્પીકર કારૂ જયસૂર્યાએ તેમને કહ્યું કે, તેઓ એક સભ્યના રૂપમાં જ નિવેદન આપી શકશે, પ્રધાનમંત્રી ના રૂપમાં નહી કારણ કે તેઓ અવિશ્ર્વાસ પ્રસ્તાવમાં નિષ્ફળ રહ્યા છે. અને હાલ, શ્રીલંકામાં કાયદાકીય રીતે કોઇ વડાપ્રધાન નથી. સ્પીકર જયસુર્યાના આ નિવેદન સામે રાજયાકસેએ કહ્યું કે સ્પીકર પાસે પ્રધાનમંત્રીની નિયુકિત કે હટાવવાના અધિકાર નથી.
રાજયાકસેના નિવેદન બાદ તેમના સમર્થકોએ સ્પીકર પર પુસ્તકો અને બોટલો ફેંકી ઉગ્ર હોબાળો મચાવી દીધો હતો. અને માંગ કરી કે શ્રીલંકામાં સામાન્ય ચુંટણી યોજવામાં આવે. તો છેલ્લા ઘણાં વર્ષોથી રાજયાકસે ના પક્ષમાં રહેલા રાષ્ટ્રપતિ સિરીસેનાએ પણ સંસદમાં પસાર થયેલા અવિશ્ર્વાસના પ્રસ્તાવને માનવાથી ઇન્કાર કરી દીધો અને ફરી નવો પ્રસ્તાવ લાવવા માંગ કરી.
ઉલ્લેખનીય છે કે મહિંદા રાજયાકસે વર્ષ ૨૦૦૫ થી લઇ ૨૦૧૫ સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદે રહી ચુકયા છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં રાજયાકસેને હરાવી સીરીસેના રાષ્ટ્રપતિ બન્યા હતા. અને વિક્રમાસિંધને વડાપ્રધાન બનાવ્યા હતા પરંતુ પછીથી સિરીસેના અને વિક્રમાસિંધ વચ્ચે ખટપટ હશુ થઇ હતી જેના પગલે સિરીસેનાએ વિક્રમાસિંધને વડાપ્રધાન પદેથી ઉતારી પાડી રાજયાકસેને વડાપ્રધાન બનાવ્યા હતા. જેના કારણે રાજયાકસે અને વિક્રમાસિંધ વચ્ચે રાજકીયજંગ શરુ થયો છે.
તો બીજી તરફ એક દિવસ એકબીજાના વિરુઘ્ધમાં રહેનારા રાજયાકસે અને સીરીસેના એક જુથ થયા છે આથી જ કહેવાય છે કે રાજકારણમાં કયારેય કોઇ કાયમી દુશ્મન કે મિત્રો નથી હોતા માત્ર હિતો જ હોય છે.