કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ૧૭ વિરોધપક્ષોએ ભાજપ સામે છાવણી રચી: નિતીશ કુમારની બેઠકમાં ગેરહાજરી: લાલુ સાથે અણબનાવની શકયતા દર્શાવતી હોવાનો નિષ્ણાંતોનો મત

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે વિપક્ષોએ એક થઈને મહાગઠબંધન રચવાનો ઈરાદો કર્યો છે. આ મહાગઠબંધન સમય અને ફાયદા પ્રમાણે ગધેડાને પણ બાપ કહેવો પડે કહેવતનો દાખલો પુરે છે. રાષ્ટ્રપતિ પદ માટે સપા અને કટ્ટર પક્ષ બસપા પણ એક પાટલીએ બેસવા તૈયાર થયા છે.

જયારે મમતા તેમના શત્રુ પક્ષ ડાબેરીઓ સાથે હાથ મિલાવવા તૈયાર છે ! કોંગ્રેસ પણ અત્યાર સુધી જેમની સાથે આભડછેટ રાહતી તેવા વિરોધીઓ સાથે જોડાણ કરવા તૈયાર છે. એકંદરે રાષ્ટ્રપતિ પદને લઈ રાજકિય સમીકરણો ફાયદા અનુસાર બદલાઈ રહ્યા છે. સ્થાનિકો પક્ષોને ભાજપની આંધીમાં ખોવાઈ જવાનો ભય છે. પરીણામે તેઓ કોંગ્રેસની ઓડમાં આવી રહ્યા છે. બીજી તરફ નિતીશ કુમાર પોતાની છબી શુઘ્ધ રાખવા લાલુ સાથે છેડો ફાડવા મોદી સરકારના સમર્થનમાં રહે તેવા એંધાણ છે. ગઈકાલે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ૧૭ વિરોધપક્ષોએ બેઠક જમાવી હતી. જેમાં રાષ્ટ્રપતિના પદ માટે ભાજપ સામે એકઠા થઈ કઈ રીતે સામનો કરી શકાય તેની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં નીતિશ કુમારની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. નીતિશે વિરોધપક્ષની બેઠકની જગ્યાએ વડાપ્રધાન મોદી સાથે લંચ લેવાનું વધારે પસંદ કર્યું હતું. બીજી તરફ તેમના સાથી લાલુ પ્રસાદ યાદવ સામેની છાવણીમાં જઈને બેઠા હતા. નીતિશ હંમેશાથી લાલુની ખરડાયેલી છબી સાથે સતર્ક રહ્યા છે. તેઓ લાલુ સાથે નાછુટકે જોડાયેલા હોવાનું નિષ્ણાંતો માને છે. બંન્ને વચ્ચે તકરાર થવાની સંભાવના ગઈકાલ બાદ વધી

ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.