અમેરિકાના બે પ્રમુખ, બ્રિટીશ વડાપ્રધાન, મહાત્મા ગાંધી જેવા મહાપુરૂષો અંગે સચોટ આગાહી કરનાર ભવિષ્ય વેતાઓની સનસનીખેજ સત્ય ઘટનાઓ…
ભવિષ્યવેત્તાઓ વિષે થતી રહેલી વાતો અજબ જેવી !
ભવિષ્યવેતાઓ અને જયોતિષીઓ એંગે ચિત્રવિચિત્ર વાતો આપણા સમાજમાં થઇ રહી છે. આવી જ વાતો ભૂતપ્રેત અંગે પણ થઇ રહી છે!
હમણાં હમણાં રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ કોને કેટલી બેઠકો મળી શકે તેમ છે એને લગતી ધારણાઓને લગતા અહેવાલો પ્રકાશમાં આવી રહ્યા છે. આમાં રાજકીય પક્ષો દ્વારા થતી ધારણાઓના અહેવાલો તરકટી જ હોવાનો ખ્યાલ ઉપસે છે.
આવા આંકડાઓ સામાન્ય વર્ગના લોકોને રોમાંચિત કરે છે અને તે ભરમાવે છે એવું માનનારાઓ દ્વારા આવી કપટી અને પાંખડી ધારણાઓ ખૂલ્લી મૂકવામાં આવે છે….
જો કે, ચમત્કારો આજે પણ થાય છે એમ માનનારાઓનો એક બહુ મોટો વર્ગ છે. તેમ ભવિષ્યવેત્તાઓ અને જયોતિષવિદો સાચા હોવાનું માનનારાઓનો પણ એક વર્ગ છે !
‘સુજ્ઞાન-વિજ્ઞાન ’ નામના આ અંગેના એક લેખમાં એવું દર્શાવાયું છે કે ભવિષ્યવિત્તા અને જયોતિષ વિદ્યા સાચા છે – છે ને છે જ !
આર્યાવર્તના તમામ ધર્મો કહે છે કે, આપણા બધાનો આત્મા અનંત જ્ઞાનનો સ્વામી છે પણ તેના ઉપર કર્મરૂપી વાદળનાં આવરણો ચડી ગયાં છે, એટલે આ જ્ઞાન ઢંકાઇ ગયું છે, જે આત્માઓ આ કર્મોથી સંપૂર્ણપણે મુકત થાય તેઓ સર્વજ્ઞ બની શકે છે, અને જેઓ આંશિક મુકત થાય તેઓ ભવિષ્યવેત્તા બની શકે છે. આધુનિક વિજ્ઞાન ભલે ભવિષ્યને નિહાળવાની આત્માની શકિતનો કે આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરતું હોય, તો પણ યુરોપ અને અમેરિકામાં જ એવા બનાવો બને છે જેણે વિજ્ઞાનીઓને વિચારતા કરી મૂકયા છે. પીટર હરકોસ અને જેની ડિફસન જેવા ભવિષ્યવેત્તાઓ એટલા વિશ્ર્વવિખ્યાત બની ગયા હતા કે તેમની આ અગાધ શકિત કયાંથ પેદા થાય છે તેનો વિજ્ઞાનીઓ પાસે કોઇ જવાબ નહોતો.
પીટર હરકોસનો જન્મ હોેલેનડના એક મઘ્યવર્ગીય પરિવારમાં ઇ.સ. ૧૯૧૧ ની સાલમાં થયો હતો. તેના પિતા રંગારાનું કામ કરતા હતા. પીટર હરકોસ પણ યુવાન વયે બાપદાદાના વ્યવસાયમાં જોડાઇ ગયો હતો. પીટર હરકોસે પોતાની જિન્દગીના પ્રથમ ર૯ વર્ષ તદ્દન સામાન્ય માનવી તરીકે પસાર કર્યા હતા. ઇ.સ. ૧૯૪૦ માં એક એવી ઘટના બની કે તેનામાં અચાનક અતિન્દ્રિય શકિતઓ પ્રગટી ઉઠી હતી.
એક વખત પીટર હરકોસ એક ઉંચા મકાનની ભીત ઉપર રંગકામ કરી રહ્યો હતો. ત્યારે તેના હાથ છટકી ગયો અને તે જમીન ઉપર પટકાઇ ગયો. તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્રણ દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં પછી છેવટે તે ભાનમાં આવ્યો ત્યારે જાણે તેનો પુન:જન્મ થયો હતો. પોતાની બાજુના જ ખાટલા ઉપર સારવાર લઇ રહેલા દર્દીને જોઇ પીટર હરકોસ બોલી ઉઠય ‘તેં તારા પિતાને આપેલું વચન તોડીને સારું નથી કર્યુ , પિતાજીએ તને સાચવી રાખવા આપેલી સોનાની ઘડીયાળ તેં કેમ વેંચી મારી?’ પેલો દર્દી તો આભો જ બની ગયો. આ વાત અત્યાર સુધી તેણે પોતાની પત્નીને પણ નહોતી કરી. તે અજાણ્યા માણસને કેમ ખબર પડી ગઇ?
એટલામાં હોસ્પિટલની નર્સ પીટરની ખબર કાઢવા આવી. નર્સ તેની નાડીના ધબકારા માપી રહી હતી. ત્યાં જ પીટર હરકોસ બોલવા લાગ્ય ‘તમે આગગાડીના એક ડબ્બામાં મુસાફરી કરી રહ્યા છો. તમારે પાસે તમારી બહેનપણીની સૂટકેસ છે તમે આ સૂટકેસ ગુમાવી બેસશો એવો મને ડર લાગી રહ્યો છે’ આ વાત સાંભળીને નર્સ સ્તબ્ધ બની ગઇ, હમણાં જ તે આમસ્ટરડામથી ટ્રેનમાં આવી રહી હતી ત્યારે જ આ બનાવ બન્યો હતો. આ બાબતે પોલિસમાં ફરીયાદ કરવી કે બહેનપણીને તેની જાણ કરવી, એ બાબતની અવઢળમાં નર્સ હતી ત્યાં જ પીટર હરકોસને તેની જાણ થઇ ગઇ હતી… તરત જ આખી હોસ્૫િટલમાં વાત ફેલાઇ ગઇ કે પીટર હરકોસ નામના રંગારામાં કોઇ અતિન્દ્રિય શકિત પેદા થઇ છે અને તે સંપર્કમાં આવનાર વ્યકિતના ભૂતકાળની કે ભવિષ્યની કોઇપણ ઘટના જાણી શકે છે!
એક દર્દી હોસ્પિટલમાંથી વિદાય લઇ ઘરે જઇ રહ્યો હતો. અન્ય દર્દીઓ સાથે હાથ મિલાવતો તે પીટર હરકોસ પાસે આવ્યો. જેવો તે હાથ મિલાવીને હોસ્પિટલના દરવાજાની બહાર નીકળ્યો કે પીટર હરકોસ બૂમાબૂમ કરવા લાગ્યો ‘પેલા માણસને રોકો ! તે બ્રિટિશ જાસૂસ છે. જર્મનો તેની હત્યા કરી નાશખે’ પેલો માણસ જો કે વિદાય લઇ ચૂકયો હતો. બરાબર બે દિવસ પછી સમાચાર આવ્યા કે જર્મનોએ બ્રિટીશ જાસૂસની હત્યા કરી નાખી છે.
પીટર હરકોસમાં જે અતિન્દ્રિય શકિત પેદા થઇ હતી તે અત્યંત વિશિષ્ટ પ્રકારની હતી. પણ તેની એક મર્યાદા પણ હતી. તે એવા લોકો વિશે જ ભવિષ્યવાણી કરી શકતો હતો, જેને તે પ્રત્યક્ષ મળ્યો હોય અથવા જેમણે વાપરેલી કોઇપણ ચીજવસ્તુના સંકર્પમાં તે આવ્યો હોય, શરૂઆતમાં તો યુરોપના લોકો પીટર હરકોસની ચમત્કારિક શકિતમાં વિશ્ર્વાસ ધરાવતા નહોતા. પણ એક વખત પેરિસની પોલીસે તેની પરીક્ષા કરી. તેમાં પીટર હરકોસ પાસ થયો. તે પછી તો લંડનના સ્કોટલેન્ડ યાર્ડની પોલિસ પણ અનેક જટિલ કિસ્સાઓ ઉકેલવા માટે પીટર હરકોસની મદદ લેવા માંડી હતી.
પેરિસના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્યંત ગુપ્તતા હેઠળ પીટર હરકોસની પરીક્ષા કરી હતી. તેને ઘડિયાળ, લાઇટર, કેમેરા, કાંસકી, સિગારેટ, પાકિટ વગેરે વસ્તુઓ સ્પર્શ કરવા માટે આપી અને આ ચીજોનો સંબંધ કઇ ઘટના સાથે છે તે જણાવવા કહ્યું, પીટરે તેને આપવામાં આવેલી વસ્તુઓ પૈકી ત્રણ વસ્તુઓ જુદી પાડી બતાવી અને જાણે ફિલ્મના કોઇ દ્રશ્યનું વર્ણન કરતો હોય એમ કહેવા માંડયું, ‘એક સ્ત્રીનો મૃતદેહ મકાનની બાજુમાં પડેલો છે. એની બાજુમાં નાનકડો સ્ટોર રૂમ છે. મૃતદેહની બાજુમાં દૂધની બોટલ પડેલી છે. તેમાં ઝેર ભેળવીને આ સ્ત્રીની હત્યા કરવામાં આવી છે. ઝેર મેળવનાર એ સ્ત્રીનો દા‚ડીયો પતિ જ છે’ તેને જેલમાં પૂરવામાં છે તે મરી ગયો છે. આ વર્ણન સાંભળીને પરિસના પેકિસના પોલીસ અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા હતા ! તેની બધી વાતો તદ્દન બરાબર હતી, પણ હત્યારામાં મરણની વાત બરાબર નહોતી જણાતી ત્યાં જ ફોન ઉપર સમાચાર આવ્યા કે તે સ્ત્રીના હત્યારાએ આત્મહત્યા કરી લીધી છે.આમ, પીટર હરકોસની સ્ટોરી સો ટકા સાચી પુરવાર થઇ હતી.
સ્કોટલેન્ડ યાર્ડની પોલિસ અભિનેત્રી શેરોન ટેટની હત્યાનો ભેદ ઉકેલી શકતી ન હોતી. આ વિખ્યાત અભિનેત્રી પોતાના ચાર મિત્રોની સાથે ઘરમાં બેઠી હતી ત્યારે કોઇ વિકૃત મગજ ધરાવતો ખૂની ત્યાં આવ્યો હતો અને પાંચેયની ક્રૂર હત્યા કરી, તેમના મૃતદેહના ટુકડાઓ કરી તેને ઘરમાં વેરીને ચાલ્યો ગયો હતો.
પોલીસની તનતોડ મહેનત પછી પણ હત્યારાનો કોઇ પત્તો લાગ્યો ન હતો.
એ પછી તેમણે હરકોસની મદદ લીધી હતી. હરકોસને તેઓ અભિનેત્રીના ઘરે લઇ ગયા હતા અને તેના વસ્ત્રોનાો સ્પર્શ કરાવ્યો હતો. તરત જ હરકોસે આખી ઘટનાનું આબેહુબ વર્પન કરી બતાવ્યું હતું અને હત્યાની પણ ભરપૂર વિગતો આપી હતી.
પીટર હરકોસે આપેલી વિગતોના આધારે સ્કોટલેન્ડ યાર્ડની પોલિસે હત્યારાને પકડી લીધો હતો અને ખુનનું રહસ્ય ઉકેલી કાઢયું હતું, આવા તો અનેક કિસ્સાઓમાં પીટર હરકોસે પોલીસને તેની અતિકેન્દ્રિય શકિત વડે મદદ કરી હતી.
હોલેન્ડના પીટર હરકોસ જેવી જ અતિકેન્દ્રિય શકિત અમેરિકાની જેની ડિકસન નામની સાધારણ ગૃહિણી ધરાતી હતી. જેની ડિકસનને કાંતો સપનાંઓ દ્વારા અથવા તો સ્ફટિકના ગોળામાં જોઇને ભવિષ્યમાં બનનારી ઘટનાઓની એંધાણીઓ મળી જતી હતી. એક વખત જેની ડિકસન વ્હાઇટ હાઉસમાં પહોંચી ગઇ અને અમેરિકાના પ્રમુખ (પ્રેસિડેન્ટ) ને કહેવા લાગી, “મને જોવા મળ્યું છે કે, હવે તમારૂ ખુબ થોડું આયુષ્ય બાકી રહ્યું છે. હવે તમારે જે કાર્યો કરવાનાં બાકી હોય તે તમારે આગામી વર્ષના મઘ્યભાગ સુધીમાં પૂરા કરી લેવા જોઇએ. આ વાત તેણે ઇ.સ. ૧૯૪૪ ની સાલમાં કરી હતી. તે પછી બરાબર ઇ.સ. ૧૯૪૫ ના મઘ્ય ભાગમાં જ પ્રેસિડેન્ટ ફ્રન્કલિન રૂઝવેલ્ટનું અવસાન થતાં જેની ડિકસનને ભારે પ્રસિઘ્ધિ મળી ગઇ હતી.
અમેરિકાના પ્રેસિડેન્ટના મૃત્યુ વિષેની જેની ડિકસનની ભવિષ્યવાણી સાચી પડી તે પછી પત્રકારો તેને બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ વિષે આગાહી કરવાનું કહેવા લાગ્યા. એ સમયે બીજું વિશ્ર્વ યુઘ્ધ પુરૂ થયું હતું અને તેમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો હોવાથી બ્રિટનમાં ચર્ચિલ લોકપ્રિયતાની ટોચ ઉપર હતા. જેની ડિકસને ભવિષ્યવાણી ભાખી કે ચર્ચિલ ટૂંક સમયમાં પોતાના હોદ્ો ગુમાવશે. વિશ્ર્વ યુઘ્ધમાં વિજય અપાવનાર રાજપુ‚ષ તરીકે તેમની લોકપ્રિયતા એટલી બધી હતી કે ડિકસનની ભવિષ્યવાણી માનવા કોઇ તૈયાર નહોતું. પરંતુ ટુંક સમયમાં બ્રિટનમાં ચૂંટણીઓ થઇ અને ડિકસનની ભવિષ્યવાણી સાચી પુરવાર થઇ….
ઇ.સ. ૧૯૪૫માં ભારતના એક લશ્કરી અધિકારીએ જેની ડિકસનને ભારત વિષે કાંઇક આગામી કરવાનું કહ્યું હતું. થોડો સમય પોતાના સ્ફેટિક ગોળામાં તાકી રહ્યા પછી જેની ડિકસને કહ્યું કે, ‘બે જ વર્ષમાં ભારતના ભાગલા પડશે એવું મને દેખાઇ રહ્યું છે… ગાધીજીની હત્યા એક ઝનુની હિન્દુના હાથે થશે એવી આગાહી પણ ડિકસને તે સમયે કરી હતી..’
જેની ડિકસનનો જન્મ ઇ.સ. ૧૯૧૮ માં અમેરિકામાં એક નાનકડા ગામડામાં થયો હતો. તે નાની હતી ત્યારથી જ તેનું કુટુંબ કેલિફોર્નિયામાં આવીને વસ્યું હતું. જેની ડિકસન નવ વર્ષની હતી. ત્યારથી જ તેની અંદર અતિકેન્દ્રીય શકિત પ્રગટ થઇ હતી. લગ્ન થયા પછી તે પોતાના પતિને રિઅલ એસ્ટેટનાં ધંધામાં મદદ કરતી હતી. જેની ડિકસને જે કેટલીક યાદગાર ભવિષ્યવાણીઓ કરી હતી, તેમાં અમેરિકાના પ્રમુખ જહોન એફ કેનેડીની હત્યા થવાની હતી. તેણે આ સમાચાર પ્રેસિડેન્ટ કેનેડી સુધી પહોચાડવા માટે ખુબ પ્રયત્નો કર્યો હતો પણ તેમાં તેને સફળતા મળી ન હોતી. છેવટે ૧૯૬૩ માં કેનેડીની હત્યા થઇને જ રહી હતી.
જહોન એફ કેનેડીની હત્યા પછી લોન એન્જલસના એક અગ્રણી નાગરીક નાગરીકે જેની ડિકસનને પ્રશ્ર્ન કર્યો, ‘શું રોબર્ટ કેનેડી કયારેય અમેરિકાના પ્રમુખ બની શકશે ખરાં ?’ ડેની ડિકસન કહે, ‘આપણે અત્યારે જે એમ્બસેડર હોટલમાં બેસીને આ વાત કરી રહ્યા છીએ તે જ હોટલમાં થોડા સમયમાં તેમના ઉપર ગોળીબાર કરવામાં આવશે’તેમની આ વાત પણ સાચી પડી, એક જ સપ્તાહમાં રોબર્ટ એફ. કેનેડી ઉપર પણ ગોળીબાર થયો હતો અને તેમની હત્યા થઇ હતી. જેની ડિકસને સેનેટર એડવર્ડ કેનેડીને પણ સલાહ આપી હતી કે ‘બે અઠવાડીયા સુધી ખાનગી વિમામાં મુસાફરી કરવાનું ટાળજો’ સેનેટર કેનેડીએ આ સલાહની અવગણના કરી. બીજા જ દિવસે સમાચાર આવ્યા કે ખાનગી વિમાનને થયેલા અકસ્માતમાં એડવર્ડ કેનેડીને ગંભીર ઇજાઓ થઇ છે પણ એમનો જીવ બચી ગયો છે.
કેનેડી ભાઇઓ વિષે સચોટ આગાહીઓ બાદ જેની કિડકસ તે જમાનામાં વિશ્વ વિખ્યાત બની હતી.
પીટર હરકોસ અને જેની ડિકસન જેવા ભવિષ્યવેત્તાઓ લાખોમાં એક જ પાકે છે. જૈન ધર્મની થિયરી મુબજ આ એક પ્રકારનું અવધિજ્ઞાન છે. જેમાં સ્થળ તેમ જ કાળની અમુક ચોકકસ મર્યાદામાં રહીને ઘટનાઓની જાણકારી મળે છે. પીટર હરકોસની મર્યાદા એ હતી કે તેની વસ્તુના સંપર્કમાં આવે તેના વિશે જ આગાહી કરી શકતો. જેની ડિકસનને ભવિષ્યની ઘટનાઓ સપનામાં સ્ફટિકના ગોળામાં દેખાતી. આ બધી શકિત તેમનામાં બહારથી નહોતી આવી પણ તેમની અંદરથી જ પ્રગટ થઇ હતી. આ કારણે જ બધા આર્ય ધર્મો આત્માને સર્વશકિતમાન અને ત્રિકાળજ્ઞાની માને છે. વિજ્ઞાન જે ઘટનાઓનો ખુલાસો નથી કરી શકતું ત્યાં ધર્મશાસ્ત્રોની વાતોની કિંમત સમજાય છે.
આ બધું એ વાતની પ્રતીતિ કરાવે છે કે: આગાહીઓ અને ભવિષ્યવાણીઓ સાચી પડી શકે છે., પરંતુ એ હરકોસ અને ડિકસન જેવા ભવિષ્યવેતાઓ જેવા વિશિષ્ટ શકિત ધરાવતા મહારથીઓ દ્વારા થઇ ન હોય તો તે તરકટી બને છે. આપણા હાલનાં રાજકારણમાં થતી રાજકીય આગામીઓ તરકટી હોવાનું કહેવું પડે તેમ નથી – એ ભલા કોણ નથી જાણતું ?