બાબરી મસ્જીદ-રામ જન્મભૂમિ વિવાદને વડી અદાલતે આસ નહીં પરંતુ માત્ર જમીનના વિવાદ કેસના રૂપમાં જોવાનું નકકી કર્યું છે. સ્પષ્ટતા કરી છે કે, તે રાજકીય અને ભાવનાત્મક દલીલો નહીં સાંભળે કેસ સો સંકળાયેલા સદીઓ જુનો ઈતિહાસ મહત્વનો ની. આ ઉપરાંત દૈનિક ધોરણે સુનાવણી હાથ ધરવાનો ઈરાદો પણ સેવ્યો ન હોવાનું કોર્ટે કહ્યું છે.
અલ્હાબાદ હાઈકોર્ટની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ અયોધ્યા ટાઈટલ વિવાદનો ચુકાદો આપ્યો હતો. ત્રણ પક્ષકારો સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વચ્ચે જમીન સરખા પ્રમાણમાં વહેંચણી કરવામાં આવે તેવો આદેશ અપાયો હતો. રામલલ્લા બિરાજમાન છે ત્યાં રામલલ્લાને બિરાજમાન કરવામાં આવે. સીતા રસોઈઘર અને રામ ચબુતરો નિર્મોહી અખાડાને સોંપવામાં આવે અને બાકીની એક તૃતિયાંસ જમીન સુન્ની વકફ બોર્ડને સોંપવામાં આવે.
આ ચુકાદાને વડી અદાલતમાં પડકારાયો હતો. સુનાવણી ચાલુ છે હવે રામ મંદિર વિવાદ મુદ્દે નવા કોઈ પક્ષકારને સામેલ કરવામાં નહીં આવે. જે પક્ષકારો મૃત્યુ પામ્યા છે તેમના નામ દૂર કરવામાં આવશે. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષના પક્ષકારોને કહ્યું છે કે, તેઓ તેમના દ્વારા રજૂ યેલા દસ્તાવેજોની અંગ્રેજીમાં અનુવાદિત નકલો બે સપ્તાહમાં રજૂ કરે.
આ કેસમાં વડી અદાલત સમક્ષ પુરાવા રૂપે ગીતા અને રામાયણ જેવા પુસ્તકો રજૂ યા છે. કોર્ટમાં આ દસ્તાવેજો સંબંધમાં પણ ચર્ચા થઈ. કોર્ટે ગીતા અને રામાયણના પણ અંગ્રેજી અનુવાદ માંગયા. ઉલ્લેખનીય છે કે, ૧૧ ઓગષ્ટના રોજ સુપ્રિમ કોર્ટમાં ૭ વર્ષ બાદ આ કેસની સુનાવણી ઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, સાત ભાષા ધરાવતા દસ્તાવેજોનો પહેલા તો અનુવાદ કરવામાં આવે. આ કેસમાં ૯ હજાર પાનાના દસ્તાવેજ અને ૯૦ હજાર પાનાના દાખલ યેલા સાક્ષીના નિવેદનો પાલી, ફારસી, સંસ્કૃત અને અરબી સહિતની વિવિધ ભાષામાં છે.