બિઝનેસ સ્ટ્રેટેજીનો સિધ્ધાંત છે “Keep plan B ready to implement if you realize that Plan A is not getting success”. ..!! ૨૦૧૪ માં જ્યારે બીજેપીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનું નક્કી કર્યુ ત્યારે તેમણે પ્રચાર સભાઓમાં ભારતીય ઇકોનોમીની ચિંથરેહાલ પરિસ્થિતી ઉપર પ્રહારો ચાલુ કર્યા, પણ આ પ્રથમ પ્લાન સફળ સફળ થાય તેમ નહી લાગતા તેમના પોલિટીકલ ગુ્રૂએ સ્પીચમાં લાગણી ઉમેરવા અને સૌ સારા વાના થશે એવું કાંઇક ઉમેરવાની વાત કરી. ત્યારથી શરૂ થઇ અચ્છે દિન આને વાલે હૈ ની પ્રચાર યાત્રા..! મતલબ પ્લાન એ ન ચાલ્યો તો પ્લાન બી અમલમાં મુકાયો. આ વખતે પણ એવી જ આવી જ કોઇ રણનીતિ ચાલી રહી છે. પપ્પુની સામે વિકાસ નબળો પડ્યો, એટલે દેશભક્તિ અને ભ્રષ્ટાચાર સામે દેશના રક્ષક એવા પ્રચાર માટે મેં ભી ચોકિદાર બજારમાં દેખાવા માંડ્યા છે.
અચાનક આવેલા આ પરિવર્તન બાદ મેં ભી ચોકીદારની ટોપીઓ, ટી શર્ટ, બેગ તથા કોફી મગ જેવી મર્ચન્ડાઇઝ આઇટેમો બજારમાં આવી ગઇ છે. જેમાં ભગવા કલરનું કોમ્બિનેશન હિન્દુત્વની છાંટ છે જ્યારે તેની ડિઝાઇન એક વિશેષ ક્વોલિટીનીબ્રાન્ડ પ્રમોટ કરતી કોર્પોરેટ ઇમેજ આપે છે.
સામાપક્ષે કોંગ્રસનું વિકાસને ગાંડો સાબિત કરવાનું કેમ્પેઇન હવે અદ્રશ્ય થઇ ગયું છે કારણ કે વિકાસ જ ગુમ થઇ ગયો હોય તો તેને ગાંડો સાબિત કરવાની જરૂર ક્યાં રહે છે..! કોંગ્રેસ હાલમાં વર્ષના ૭૨૦૦૦ રૂપિયા, એક વર્ષમાં ૨૨ લાખ સરકારી નોકરીઓ ખેડૂતો માટે અલગ બજેટ જેવી યોજનાઓ અને સરકારનાં જુઠ્ઠાણાને પ્રસિધ્ધ કરવામાં વ્યસ્ત છે.
હવે શરૂ થયા છે જાહેરાતના કેમ્પેઇન. પાંચ વર્ષ પહેલા સાલ ૨૦૧૪માં પોલિટીકલ જાહેરાતનો ટોટલ આંકડો ૧૪ અબજ રૂપિયા બહાર આવ્યો હતો. જે આ વખતે ૩૦ અબજે પહોંચશે એવી ધારણા છે. યાદ રહે કે ગત વખતે મોદીજી ની ટીમ સોશ્યલ મિડીયાના જોરે ઘણી આગળ નીકળી ગઇ અને આ હકિકતની જાણ કોંગ્રેસને ચૂંટણી પરિણામો બાદ થઇ. તેથી આ વખતે કોંગ્રેસ તથા અન્ય પાર્ટીઓ પણ સોશ્યલ મિડીયા પર જોર લગાવી રહી છે. પરિણામે સોશ્યલ મિડીયાનું કુલ બજેટ આઠ અબજ રૂપિયા સુધી પહોંચી શકે છે.જે જાહેરાતનાં કુલ બજેટના ૨૫ ટકા જેટલું થયું. સ્વાભાવિક રીતે જ ટેલિવિઝન, ન્યુઝ પેપર તથા આઉટડોરને ધારણા પ્રમાણેનાં ફંડ નહી મળે.ગત ચૂંટણીઓમાં ૩.૫ થી ચાર અબજ રૂપિયા સાશયલ મિડીયા પાછલ ખર્ચાયા હતા જેમાં સૌથી મોટો ફાળો ભાજપનો હતો જેણે યુવા મતદારોને આકર્ષિત કરવા માટે આ સાહસ કર્યુ હતું. મોદીજીની મતદાન મથક બહારની સેલ્ફી આજે પણ સૌને યાદ છે.આ વખતે દરેક પોલિટિકલ પાર્ટી ટેલિવિઝન, અખબાર રેડિયો અને સોશ્યલ મિડીયા વચ્ચે ફંડની ફાળવણી કરશે.
દેશમાં ૧૭ મી લોકસભાની રચના માટે ૧૧ ઐપ્રિલ થી ૧૯ મી મે દરમિયાન યોજાનારી સાત તબક્કાની ચૂંટણીઓ માટે ગુગલનાં આંકડા પ્રમાણે ફેબ્રઆરી તથા માર્ચ-૧૯ના મહિનાઓમાં ભાજપે ૧.૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે જ્યારે ચંદ્રાબાબુની ટીડીપીએ ૧.૪૮ કરોડના ખર્ચ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે તેમના વિરોધી જગન રેડ્ડીએ ૧.૦૪ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ભાજપ પછી બીજુ સ્થાન મેળવ્યું છે. યાદ રહે કે આંધ્રપ્રદેશમાં ૧૧ મી એપ્રિલે પ્રથમ તબક્કામાં જ લોકસભા તેમ જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ સમયગાળામાં થયેલા કુલ ૩.૭૬ કરોડ રૂપિયાનાં ખર્ચમાં કોંગ્રેસ માંડ ૫૪,૧૦૦ રૂપિયાના ખર્ચ સાથે છઠ્ઠા સ્થાને છે.પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશમાં બન્ને ચૂંટણીઓ સાથે હોવાથી સૌનું ધ્યાન ત્યાં કેન્દ્રિત હોય તે સ્વાભાવિક છે. તેથી ગુજરાત તરફ સોશ્યલ મિડિયાનો મારો હવે વધશૈ તેમ કહી શકાય.