Abtak Media Google News
  • 23 આરોગ્ય કેન્દ્રો મારફત 700 બુથ પર પોલિયો વિરોધી રસીકરણ

ભારત સરકારના “બાળ લકવા નાબુદી અભિયાન” અંતર્ગત પોલિયો વિરોધી રસી આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલિયો દિવસ અન્વયે શહેરના 23 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. શહેરના કુલ 23 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત સંચાલિત કુલ-700 બુથ પર જન્મથી શરૂ કરીને પાંચ વર્ષ સુધીના કુલ 1,69,422 બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી. આ રસીકરણ ઝુંબેશમાં કુલ-3000થી વધારે કર્મચારીઓ જોડાયા હતા.

શહેરના વોર્ડ નં.2માં બજરંગવાડી સર્કલ પાસે આવેલ બજરંગવાડી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા વોર્ડ નં.16માં પ્રણામી ચોક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો વિરોધી રસી આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. વોર્ડ નં.2માં 70-વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમજ વોર્ડ નં.16માં 68-વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય કરી રસીકરણ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યું હતું.

બજરંગવાડી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેના રસીકરણ કાર્યકમમાં રાજકોટ મહાનગરપાલિકાના કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, શિશુ કલ્યાણ, ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા,આરોગ્ય સમિતિ સભ્ય ડો.દર્શનાબેન પંડ્યા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા,આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી, ડો.લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મેતા, ડો.ભૂમિબેન કમાણી તથા મેડીકલ ઓફિસરો અને અન્ય સ્ટાફ હાજર રહેલ હતા.

પ્રણામી ચોક ખાતેના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રસીકરણ કાર્યકમમાં68-વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ, કંચનબેન સિધ્ધપુરા, રૂચિતાબેન જોશી તથા મેડીકલ ઓફિસરો અને અન્ય સ્ટાફ હાજર રહેલ હતા.

ઉપરોક્ત વિગતે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ 23 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો વિરોધી રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં, રાજકોટ મહાનગરપાલિકાના લગત વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠનના હોદેદારો, વિસ્તારના અગ્રણીઓ, લગત આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.

આ રસીકરણ કાર્યક્રમમાં કુલ 87% જેટલા બાળકોને રસી આપવામાં આવી. આ રસીકરણ કાર્યકમ પૈકી રસીકરણથી બાકી રહેતા બાળકોને મેડીકલ સ્ટાફ મારફત આગામી ચાર દિવસમાં તેમના ઘરે જઈને પોલિયો વિરોધી રસી આપી સુરક્ષિત કરવામાં આવનાર છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.