બગસરા
બસસરામાં બે ટીપા જીંદગીના આરોગ્ય અને પરિવાર કલ્યાણવિભાગ ગુજરાત રાજયના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા બગસરા દ્વારા બગસરાના બસસ્ટેન્ડ, નદીપરા, કુકાંવાવનાકા સહિત જુદા જુદા વિસ્તારોમાં બુથ વાઈઝ બુથ મુકીને ૦ થી ૫ સુધીના બાળકો પોલીયો ટીપા આપ્યા હતા, બાળકોમાં ખોટ ખાપણ રહીન જાય તે માટે પોલીયોની રસી અપાઈ હતી.
ખીરસરા
લોધીકા તાલુકાના ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટરો કમેચારીઓની ઉપસ્થિતિમાં રાજકોટના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા,ના હસ્તે બાળકને પોલિયોના ટીપા પિવડાવી કાયેકમની શઆત કરવામાં આવેલ આતકે લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ હરીશચંદ્રસિહ જાડેજા, ખીરસરાના કિશોર સિંહ ઝાલા, ઉપ સરપંચ મુકેશભાઈ સાગઠીયા, સભ્ય ખીમજીભાઈ સાગઠીયા, વિગેરે ઉપસ્થિત રહેલ અને બાળકોને પોલિયોના ટીપા પીવડાવેલ તેમજ લોધીકાના દેવગામ મુકામે પણ તાલુકા પંચાયત પ્રમુખ હરીશચંદ્રસિહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂવે તાલુકા પંચાયત પ્રમુખ અનિદ્ધ સિંહ ડાભી, હાસ્ય કલાકાર ધીભાઇ સરવૈયા, તેમજ દેવગામના આગેવાનો ની ઉપસ્થિતીમાં બાળકોને પોલિયોના ટીપા પિવડાવી કાયેકમની શઆત કરવામાં આવેલ.
રાજુલા
રાજુલા શહેરમાં ઉદ્યોગમંદિર પાછળ રામટેકરી પાણીના ટાંકા વિસ્તારમાં (૧૦૦) સો બાળકોને પોલીયાના ટીંપા પીવડાવવામાં આવ્યા હતા.આ વિસ્તારના માતાઓ તેના બાળકો લઈને ટીપા પીવડાવવા આવી હતી.તેમજ જાગુબેન ટાંક તેમજ ઉષાબેન કાનાબારે ઘરે ઘરે જઈને દરેક ઘરની નોંધણી કરી હતી. તેમજ રાહદારીઓ બાળકો લઈને જતા હોય તે બાળકોને પણ દો બુદ પોલીયાંના ટીંપા પીવડાવ્યા હતા.
ઉપલેટા
ઉપલેટા તાલુકાના માગવદર ગામે રાષ્ટ્રીય પોલિયો ડેની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એફ.એચ.ડબલ્યુ રેખાબેન વાછાણી, ભારતીબેન, ચેતના બેન, સહિત સ્ટાફે બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા.