ગાંધીનગર ખાતે કાલે વડાપ્રધાન નરેન્દ્રમોદી ના હસ્તે વાયબ્રન્ટ સમિટ 2019 નો પ્રારંભ થયો હતો. . ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં દેશ-દુનિયાના અલગ અલગ ડેલિગેશન ગુજરાતમાં છે. આ બધા મહાનુભવોને લેવા તેમજ મૂકવા માટે અલગથી ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્યારે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલ વાયબ્રન્ટ સમિટ 2019માં ભાગ લેવા આવી રહેલ નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતના કાફલાને અમદાવાદથી ગાંધીનગર આવતા શાંતિગ્રામ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં એકસાથે 12 ગાડીઓ અથડાઈ હતી. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈને જાનહાનિ નથી.
પરંતુ આ અકસ્માત ને લઈને ખૂબ દૂર સુધી ટ્રાફિક જામ થયો હતો અને આ તમમા ગાડીઓને નુકશાન પણ થયું હતું. અકસ્માત બાદ આ તમામાં લોકો માટે બીજી ગાડીઓ બોલાવવામાં આવી હતી. અને ટ્રાફિક દૂક કરાયો હતો.