મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના પ્રજાલક્ષી નિર્ણયને આવકારતું શહેર ભાજપ લીગલ સેલ
જમીનના મહેસુલી પ્રશ્નોના લીધે કાનૂની ગુચ ઉભી થતી હોય આથી અરજદારોને કોર્ટ કચેરીના ધક્કા ખાવાનો પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકહીતને ધ્યાને લઇ મેહસુલી નીયમોમાં કરેલા નીતિવિષયક નિર્ણયોથી સરળ અને ઝડપી કામગીરી બની છે. લોકહીત નીતિ વિષ્યક સુધારાને રાજકોટ શહેર ભાજપ લીગલ સેલે આવકારી મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.
તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે મહેસુલી નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે.જેમાં ખાસ કરીને ખેતી ક્ષેત્રે ખાતેદારના મૃત્યુ બાદ વારસા વખતે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડીને માત્ર રૂ. 300 તેમજ સખાવતી હેતુની ખેતીની જમીન માટે માત્ર રૂ. 1000 કર્યા છે. આપવામાં આવ્યો છે. ખેડુતનું મૃત્યુ બાદ વારસાઈ વખતે પુત્રીના સંતાનોને જંત્રીના 40% ની સ્ટેમ્પ ડ્યુટીના બદલે હવે માત્ર રૂા. 300/ ના સ્ટેમ્પડયુટી ભરવાની રહેશે. સખાવતી હેતુસર ખેતીની જમીન જયા2ે સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિન અવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે માત્ર રૂા. 1,000 ની સ્ટેમ્પ ડ્યુટી જ ભ2વાની 2હેશે.
નવી શરતની સાંથણીની અથવા વારસાઈ હકથી ધારણ કરેલી જમીન માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં બાકી રહેતા ભાઈબહેનોના નામો પણ મહેસુલી રેકર્ડમાં દાખલ ક2વાના ખેડુતલક્ષી નિર્ણયથી પારીવારીક વિવાદોનો અંત આવશે.
બિનખેતી જમીન અન્ય હેતુ માટે (રહેણાંકમાંથી વાણિજય વિગેરે) પ્રીમીયમ, ઝોનીંગ, જી.ડી.સી.આર., એન.એ., શરત ભંગ સિવાય અન્ય કોઈ પણ અભિપ્રાયો ફરીથી જરૂરી રહેશે નહી.
ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં વ્યકિતનું અવસાન, 2હેણાંક વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય ત્યારે મૃતકના સ્થાયી રહેઠાણ અથવા વતનના સ્થળના તલાટી દ્વારા પેઢીનામું બનાવી આપવાના નિર્ણયથી મકાન, ફલેટ, દુકાનો તથા ઓફિસોમાં જરૂરી પેઢીનામા લોકોને તલાટી પાસેથી સરળતાથી મળી જશે છે.
ખેતીની જમીન બિનખેતી થયા બાદ પ્રોપર્ટી કાર્ડ ન બન્નેલ હોય તેવા કિસ્સામાં બિનખેતી ના હુકમ રજુ કરી પ્રોપટી કાર્ડ બનાવવાનો અને તેવા ઉત્તરોતર ફેરફાર ની નોંધ કરી શકાશે . સીટી સર્વે રેકર્ડ, હકક ચોકસી, પ્રમોલગેશન ક્ષતિ સુધારણાની મુદત તા. 31, 12 ,2023 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
હિસ્સા માપણીના પેચીદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જમીનના પેટા વિભાગ અર્થાત હિસ્સા માપણીના કિસ્સામાં સહ કબ્જેદારો વચ્ચે સહમતી સધાતી ન હોય તેવા કિસ્સામાં હિત ધરાવતા પક્ષકારોને બે વખત દસદસ દિવસની નોટીસ આપ્યા બાદ પણ જો કોઈ પક્ષકાર સંમત ન થાય તો સર્વે નંબરની હિસ્સા માપણી કરી આપવાનો નિર્ણય કર્યો છે.
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સીમ તળના વાડો નિયત કિંમત વસૂલીને નિયમિત કરી આપવાના નિર્ણય કર્યો છે. બિનખેતી પરવાનગીની સમયમર્યાદા બે વર્ષથી વધારી પાંચ વર્ષ તથા બિનખેતી ઉપયોગ ક2વાની સમયમર્યાદા દૂર કરેલ છે. ગણોત કાયદાની કરેએમ હેઠળ ખરીદ કિંમત ભરવાની મર્યાદા તા. 31 12 2024 સુધી લંબાવવા નો નિર્ણય આવકારદાયક છે. રાજય સરકારે ગુડ ગવર્નન્સની દિશા માં અગ્રસર બની 2હેશે.
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિતની ટીમને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના સદસ્ય દિલીપભાઈ પટેલ, પ્રદેશ ભા.જ.પ. લીગલ સેલના સદસ્ય હિતેષ એચ. દવે, રાજકોટ મહાનગરના સંયોજક અંશ અંસ ભારદ્વાજ, સહ સંયોજક સી.એચ. પટેલ , કારોબારી સભ્ય એન.આર. જાડેજા, પ્રશાંત લાઠીગ્રા, નીલેશ અગ્રાવત, અશ્વિન ગોસાઈ, ધર્મેશ સખીયા, અજય પીપળીયા, હરેશ પરસોંડા , પૂર્વ સહ ક્ધવીનર કમલેશ ડોડીયા, આબીદ સોસન, યોગેશ ઉદાણી, વિરેન વ્યાસ, હેમાંગ જાની અને રૂપરાજસિંહ પરમાર સહિતની ટીમે રાજ્ય સરકારે કરેલા પ્રજાલક્ષી નિર્ણયોને આવકારેલ છે.