- આવકવેરામાં ટેક્સ સ્લેબની સાથોસાથ માળખાગત સુવિધા તથા વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની અપેક્ષા
- પૂર્ણ બજેટમાં ખેતી તથા મધ્યમ વર્ગના લોકોને રાહત મળે તેવી યોજનાઓની જાહેરાતની અપેક્ષા
જેમ જેમ કેન્દ્રીય બજેટ 2024 નજીક આવી રહ્યું છે તેમ તેમ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર નીતિગત ફેરફારો અને નાણાકીય ફાળવણીની અપેક્ષાઓ વધી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પરંપરાગત ’હલવા’ સમારોહમાં ભાગ લીધો હતો, જે કેન્દ્રીય બજેટ 2024-25ની તૈયારીના અંતિમ તબક્કાને ચિહ્નિત કરે છે. બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ થવાનું છે. પ્રેઝન્ટેશન પહેલાં, ’હલવો’ તૈયાર કરવામાં આવે છે અને બજેટની તૈયારી સાથે સંકળાયેલા નાણા મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓને પીરસવામાં આવે છે. નિયમનકારી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી અને કર પ્રોત્સાહનો પ્રદાન કરવા, જેમ કે સ્ટાર્ટઅપ માટે ટેક્સ હોલિડે ત્રણથી પાંચ વર્ષ સુધી વધારવાથી, ખૂબ જ જરૂરી રાહત મળશે.
ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, ખાસ કરીને ઓછી સેવા ધરાવતા વિસ્તારોમાં અને એ.આઇ , રિન્યુએબલ એનર્જી અને ડીપ ટેક માટે કેન્દ્રિત કૌશલ્ય વિકાસ કાર્યક્રમો જરૂરી છે. આ કૌશલ્ય વિકાસ પહેલોમાં ખાનગી અને જાહેર ક્ષેત્રો વચ્ચેનો સહયોગ મજબૂત પ્રતિભા પુરવઠા શૃંખલાને સુનિશ્ચિત કરશે. વધુમાં, ઇકોસિસ્ટમ ભાગીદારી દ્વારા સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવું અને ટેકમાં મહિલાઓ માટે સહાયક પહેલ આપણા ઉદ્યોગની વિવિધતા અને સમાવેશને મજબૂત બનાવશે. સરકાર સંખ્યાબંધ નવીનતા કેન્દ્રો બનાવીને અને સંશોધન અને વિકાસ માટે અનુદાન આપીને આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પ્રગતિ કરી શકે છે.
પૂર્ણ બજેટને લઈને રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના લોકોની સાથો સાથ ખેતીવાડી ક્ષેત્રે નાણામંત્રાલય દ્વારા અનેકવિધ ફેરફારો કરવામાં આવશે જેનો મહત્તમ લાભ લોકો લઈ શકશે.
બજેટમાં આવકવેરા વિભાગની વહિવટી કામગીરીને મજબૂત બનાવવાની જરૂર : રણજીત લાલચંદાણી
ઇન્કમટેક્સ ક્ધસલ્ટન્ટ રણજીત લાલચંદાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યારે નાણામંત્રી દ્વારા પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે તેમાં લેબમાં ફેર કરવો એ કોઈ મોટું રિફોર્મ નહીં હોય અને આ પ્રકાર ના નિર્ણયથી કરદાતાઓને કોઈ મોટો ફાયદો પહોંચતો નથી પરંતુ જરૂરી એ છે કે વહીવટી કામગીરીને જો વધુ મજબૂત બનાવવામાં આવે તો આવકવેરા વિભાગને તથા કેન્દ્ર સરકારને ઘણો ફાયદો પહોંચશે. તેઓ જણાવ્યું હતું કે હાલ અપીલના ઘણા ખરા કેસો પેન્ડિંગ છે કારણ કે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે જે કેસનો નિકાલ થવો જોઈએ તે થતો નથી ત્યારે બજેટમાં એ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવે જેનાથી અપીલના કહેશો ઝડપભેર પૂર્ણ થાય તે જરૂરી છે. જણાવ્યું હતું કે કાં તો નાણામંત્રાલય દ્વારા આવક વિભાગની કામગીરીને વધુ સરળ બનાવવા માટે અને લીટીગેશનના પ્રશ્નોને નિવારવા માટે વિવિધ સ્કીમ ની અમલવારી કરવામાં આવે તોપણ ઘણા અંશે આ પ્રશ્ન હલ થઇ જશે. સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે અધિકારીઓ માટે પણ કોઈ એવા નિયમો બનવા જોઈએ અને આ તમામ પ્રક્રિયા વહીવટી હોવાના કારણે તેનો સમાવેશ બજેટમાં થઈ શકે છે.
હાઉસિંગ લોનના વ્યાજની લિમિટ વધારવામાં આવે તેવી અપેક્ષા : સી.એ. મિતુલ મહેતા
ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ના રાજકોટ બ્રાન્ચના ચેરમેન મિતુલ મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ દરેક લોકો કે જે સામાન્ય કરદાતા છે અથવા તો મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે તેનો એક જ પ્રશ્ન હોય કે બજેટમાં તેઓને શું લાભ મળશે? તો બીજી તરફ મધ્યમ વર્ગ અને ઉચ્ચતર માધ્યમ વર્ગમાં જે ટેક્સ લેબમાં મળતો બેનિફિટ કેમ વધુ થાય અને તે લિમિટ ને વધારવામાં આવે તેવી અપેક્ષા અને માંગ કરવામાં આવતી હોય છે આ તકે મિતુલભાઈએ જણાવ્યું હતું કે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હોમ લોન ના વ્યાજ માટેની જે લીમીટ બે લાખ રૂપિયા છે તે અત્યંત જૂની છે જેથી આ લિમિટ ને વધારવામાં આવે તો લોકોને ઘણો ખરો ફાયદો પણ પહોંચશે બીજી તરફ તેઓ જણાવ્યું હતું કે હાલ નાણામંત્રાલય દ્વારા નવી કાર માળખા સુવિધા અને જૂની કર માળખાની સુવિધા આ બંને કરદાતાઓને આપવામાં આવી છે જેને લઇને ઘણી વિસંગતતાઓ જોવા મળે છે ત્યારે નાણામંત્રાલય દ્વારા એક કોમન કર માળખું ઊભું કરવામાં આવે તો ઉદ્ભવેલા પ્રશ્નોનું નિવારણ શક્ય બની શકે. જણાવ્યું હતું કે સેલેરાઈડ એમપ્લોઇ માટે પણ આ વખતે સરકાર પગારદારો માટે કંઈક વિચારે તેવા ઉજળા સંજોગો જોવા મળે છે.
પૂર્ણ બજેટ ખેતી તથા મધ્યમ વર્ગના લોકો ઉપર વધારે મદાર રાખતું હોય તો નવાઈ નહીં : સી. એ. જીગ્નેશ રાઠોડ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીગ્નેશ રાઠોડ એ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીપૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મહત્તમ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા ત્યારે નાણામંત્રી દ્વારા જે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે તેમાં એવી કોઈ કદાચ મોટી જાહેરાત ન હોય પરંતુ એ વાત પાકી છે કે સરકાર આ વખતે ખેતી તથા મધ્યમ વર્ગના લોકો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને આ બંને વર્ગમાં વધુને વધુ લાભ મળી રહે તે હેતુસર કામગીરી હાથ ધરવામાં આવશે. જણાવ્યું હતું કે જીએસટીની બેઠક દર માસે મળતી હોવાના કારણે કોઈ મોટા ફેરફાર ન આવે પરંતુ ડાયરેક્ટ ટેક્સમાં સરકાર અને નાણામંત્રાલય કરતા અને વધુ લાભ આપે તેવી યોજનાઓ ની જાહેરાત કરી શકે છે. તમે જણાવ્યું હતું કે એકંદરે આ પૂર્ણ બજેટ લોક ઉપયોગી નીવડે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.