પુખ્ત યુગલોને ઓનર કિલીંગનો ભોગ બનતા અટકાવવા વડી અદાલતનું સુરક્ષા કવચ: માર્ગદર્શીકા જાહેર કરી
આંતરજાતિય અને આંતરધર્મીય પ્રેમલગ્ન કરનારાઓને મોટી રાહત આપતો ચુકાદો વડી અદાલતે આપ્યો છે. પ્રેમલગ્ન કરનારાઓને આશરો આપવાની જવાબદારી પોલીસની હોવાનું સુપ્રીમના ચુકાદાથી ફલીત થયું છે. અદાલતે ખાપ પંચાયતો જેવા ગેરકાયદે સંગઠનોના હસ્તક્ષેપ ઉપર પ્રતિબંધ મુકાવી તેમને ગેરકાયદે ઠેરવી છે.
મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા અને ન્યાયાધીશ એ.એમ.ખાનવીલકર તા ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું છે કે, સનિક સરકાર અને પોલીસ તંત્રએ પ્રેમલગ્ન કરનાર યુગલોને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. ઉપરાંત જો આ લગ્ન સામે સમાજ અને પરિવાર વિરોધ કરતો હોય તો પોલીસ તા તંત્રએ લોજીસ્ટીક સપોટ પણ આપવો જોઈએ. ખોટી માન મર્યાદાના નામે કોઈ પરિવાર કે સમાજ પુત્રી, ભાઈ, પુત્ર કે બહેન સહિતનાના અધિકારનું હનન કરી શકે નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન ઓનર કિલીંગના ૨૮૮ કેસ નોંધાયા હતા. ૨૦૧૪માં ૨૮, ૨૦૧૫માં ૧૯૨ અને ૨૦૧૬માં ૬૮ કેસ ઓનર કિલીંગના થયા હતા. જો કે, ઓનર કિલીંગના દુષણનો સામનો કરી રહેલા યુગલોને વડી અદાલતે મોટી રાહત આપી છે. વડી અદાલતે કહ્યું છે કે, પુખ્ત યુગલોના લગ્નજીવનમાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકે. આંતરજાતિય તા આંતરધર્મીય લગ્નો સામે ફતવા જાહેર કરનારી ખાપ પંચાયતો ગેરકાયદે છે. વડી અદાલતે યુગલોને હેરાનગતિ અટકાવવા માટે માર્ગદર્શીકા પણ જાહેર કરી છે. આ માર્ગદર્શીકા સંસદ જયાં સુધી કાયદો ન ઘડે ત્યાં સુધી અમલમાં રહેશે.
આંતરધર્મી કે આંતરજાતિય લગ્ન કરનારા યુગલોને ઓનર કિલીંગ સામે સંરક્ષણ આપવાની માંગ સો વર્ષ ૨૦૧૦માં એનજીઓ શક્તિવાહીની દ્વારા વડી અદાલતમાં અરજી કરવામાં આવી હતી. આ કેસના ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, જયારે બે પુખ્ત વ્યક્તિ તેમની પાશ્ર્ચાદ ભુમિકાની પરવાહ કર્યા વગર સંમતિથી લગ્ન કરે ત્યારે કોઈ સગુ કે ત્રીજી વ્યક્તિ તેમના લગ્નજીવનમાં દખલ કરી શકે નહીં, ધમકી આપી શકે નહીં કે, હિંસા આચરી શકે નહીં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,