અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં હોળીના દિવસે સાજે આંતક મચાવનારા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી હતી. વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આ*તંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા હતા અને શુક્રવારે જાહેરમાં સરભરા કરી હતી. શનિવારે તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલ્ડોઝર ફેરવવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદ પોલીસ કમિશ્નરની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓનું મનોબળ તોડવા તેમને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી.
View this post on Instagram
સમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો…
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે, ગુરુવારે રાત્રે અંગત અદાવતમાં અસમાજિક તત્વોએ લાકડી, તલવાર સાથે આખા વિસ્તારને બાનમાં લીધા બાદ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, પોલીસે કાયદાનો દંડો ઉગામતા આરોપીઓને સકંજામાં લઈ લીધા હતા. પોલીસે એક સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી હતી, જે બાદ તમામને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. ત્યારે વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આ*તંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા હતા અને શુક્રવારે જાહેરમાં સરભરા કરી હતી. ત્યારબાદ આ ઘટનાના 24 કલાકમાં સરકારે મોટો નિર્ણય લેતાં તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લીધો હતો. એ.એમ.સીના અધિકારીઓ, પોલીસ કમિશન સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
વસ્ત્રાલમાં આ*તંક મચાવનારા શખ્સોના ઘર પર ફરી વળ્યું બુલડોઝર…
મળતી માહિતી અનુસાર અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિકે કહ્યું, આરોપીઓએ વસ્ત્રાલ વિસ્તારમાં જાહેર રોડ પર તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. પંકજ ભાવસાર નામનો આરોપી પાસામાં જઈ આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. એક જુવેનાઇલ છે અને 13 આરોપીઓ છે. તેમને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. 14માંથી 7 આરોપીઓનાં ઘર ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેમના ઘર પર હવે બુલ્ડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કોઈ આવું ફરીવાર કરશે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વસ્ત્રાલમાં ખુલ્લેઆમ હાથમાં હથિયાર લઇને આતંક મચાવનાર વિરૂદ્ધ અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અસામાજિક તત્ત્વોમાં દાખલો બેસાડવા ફરી એક વખત દાદાનું બુલ્ડોઝર અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર ઘર પર ફરી વળ્યું હતું.