પોલીસ ચોકકસ જ્ઞાતિના લોકોને છાવરતી હોવાના આક્ષેપ: અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ગૃહમંત્રીને અપાશે આવેદન
હળવદના સૌવથી મોટા ગણાતા માથક ગામમાં તાજેતરમાં સામાન્ય બાબતે સશસ્ત્ર હુમલો કરી મુસ્લીમ યુવાનનું ઢીમ ઢાણી દેવાયુ હતું આ ઘટના બાદ પોલીસે માથક ગામમાં પોલીસ કાફલો ખડકી ગઇ ગામના નિર્દોષ લોકો ઉપર સીતમ ગુજારવાનો શરુ કર્યા હતો. ત્યારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં હળવદ મામલતદાર કચેરી ખાતે હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લઇ અને ગામના લોકો પર પોલીસ દમન બંધ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સાથે જ પોલીસ દમન બંધ નહી થાય તો માથક ગામની મહીલાઓ દ્વારા મામલતદાર કચેરી સામે આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ બે દિવસ બાદ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં હળવદના ઓબીસી સમાજનું ડેલીગેસન ગાંધીનગર ગૃહ મંત્રીને રજુઆત કરશે.
બનાવની પ્રાપ્ત વિગત પ્રમાણે હળવદ તાલુકાના માથક ગામે રહેતા મુસ્લીમ (ઘાંચી) યુવાનના લગ્ન પ્રસંગે યુવાનના ગામના ગરાસીયા શખ્સ દ્વારા ફોટા પાડી આખા ગામમાં પ્રચાર કરતો હોવાની જાણ યુવાનનાં કાકા સમીર ઘાંચીને થતાં તે ગરાસીયા શખ્સ યોગરાજસિંહ ઝાલા પાસે જઇ મારી ભત્રીજીના ફોટા કાઢી નાખવા કહેતા ઉશ્કેરાયેલા ગરાસીયા શખ્સે ઘાંચી યુવાનને ગાળો દેતા ઘાંચી યુવાન હળવદ પોલીસમાં ફરીયાદ ગયેલ જે અંગેની જાણ દરબાર જુથના યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા અને તેની માતા લલીબા ઝાલા ઘાંચી યુવાનના ઘરે જઇ માથાકુટ કરેલ અને બંને જુથ સામ સામા આવી જતા તોફીક હુસેનભાઇ ઘાંચી પર છરી વડે હુમલો કરતા તેનું મોત નિપજયું હતું. જયારે સામા પક્ષે પણ બેગરાસીયા યુવાન ઘાયલ થયા હતા.
હત્યાના બનાવ બાદ મુસ્લીમ સમાજના સમર્થનમાં ગામના કોળી, ભરવાડ, રબારી, રાજપુત, દલીત સહીતના સમાજના યુવાનો દ્વારા ગુસ્સામાં આવી દરબાર જુથની દુકાનોમાં આગ ચાંપી દીધી હતી જયારે બે પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.
આ સમગ્ર બનાવ બાદ માથક ગામમાં પોલીસના કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. જેના છ દિવસ થવાછતાં માથક ગામમાં અજંપા ભરી શાંત છે સાથે જ આ ગામમાં અન્ય સમાજ કરતાં દરબાર સમાજ આર્થીક અને રાજકીય રીતે વધુ સર્તક હોવાના લીધે અન્ય ઇતર સમાજ પર રાગનું રાખતા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. ત્યારે તા. ૨૬ના રોજ થયેલા જુથ અથડામણ બાદ પોલીસ તંત્ર ઓબીસી સમાજના નીદોષ લોકો પર અત્યાચાર ગુજારતા હોવાનો આક્ષેપ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યુઁ હતું.
સમગ્ર હળવદ માંથી ચાર હજારથી વધુ ઓબીસી સમાજનાં જેમાં મુસ્લીમ, કોળી ઠાકોર, રાજપુત, ભરવાઢ, સહીતના સમાજના લકો હળવદ મામલતદાર કચેરી ખાતે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં મામલતદારને આવેદન પત્ર આપીને ત્રણ દિવસ પછી ઓબીસી સમાજના હજારોલોકો અનસન ઉપર બેસવાની સાથે માથક ગામમાં પોલીસે જે નિર્દોષ લોકોના ઘર પર અત્યાચાર ગુજાર્યા છે. તે તમામ પરના સદસ્યો અને સ્ત્રીઓ દ્વારા હળવદ મામલતદાર કચેરીએ આત્મ વિલોપનનીચીમકી ઉચ્ચારતા સનસનાટી મચી ગઇ છે.
સાથે જ આવેદન પત્રમાં તપાસ અધિકારીઓને બદલવાની માંગ કરવામાં આવી છે. તપાસ અધિકારી તમામ દરબાર સમાજના હોવાથી આ બનાવની તપાસ અન્ય સમાજમાં અધિકારીને સોંપવા માંગ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર ઘટનાનીબે દિવસ બાદ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ મંત્રીને રજુઆત કરવામાં આવશે. અને જો સરકાર દ્વારા યોગ્ય પગલા નહી લેવાયતો આંદોલન છેડવામાં આવશે.