• બધા આઇપીએસ અધિકારી પૈસા ખાઇ છે, તેઓ જ પોલીસનો પગાર વધવા ન દેતા હોવાના સ્યુસાઇડ નોટમાં આક્ષેપ
  • અમદાવાદ ગોતામાં દિવા હાઇટ્સની બારમાં માળેથી પત્ની અને પુત્રી સાથે પોલીસમેને જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં શોક
  • વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઇ અને સહ કર્મચારીના કામની પસંશા કરી

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકમાં એકાઉન્ટ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા પોલીસમેને પોતાના ગોતા ખાતેના દિવા હાઇટસ નામના બિલ્ડીંગના બારમાં માળેથી પત્ની અને ત્રણ વર્ષની માસુમ પુત્રી સાથે પડતુ મુકી જીવન ટૂંકાવતા પોલીસબેડામાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે. પોલીસમેન કુલદીપ યાદવે પાસાણ હૃદયના માનવીનું હયુ હચમચી જાય તેવી અતિ સંવેદનાભરી સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યા છે. પોલીસના ગ્રેડ પેડ વધે તેવી અંતિમ ઇચ્છા વ્યકત કરી તમામ આઇપીએસ પૈસા ખાતા હોવાના સ્યુસાઇડ નોટમાં કરેલા આક્ષેપથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

Police

મુળ ભાવનગરના શિહોરના વતની અને અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ગોતા ખાતે દિવા હાઇટસમાના બારમાં માળે રહેતા કુલદીપસિંહ યાદવ તેમની પત્ની રિધ્ધીબેન અને ત્રણ વર્ષની માસુમ પુત્રી આકાંક્ષા સાથે ગત મોડી રાતે બારમાં માળેથી પડતુ મુકી આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે. મૃતક કુલદીપસિંહ યાદવ પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટ અતિ સંવેદનસીલ લખી હોવાથી પથ્થર હૃદયના માનવીનું હયુ હચમચી ગયું છે. પોલીસ સ્ટાઇ કંઇ રીતે કામ કરે છે. આઇપીએસ અધિકારીઓ કંઇ પ્રકારના કામની અપેક્ષા રાખતા હોય છે. અને પોલીસના ગ્રેડ પે સહિતના મુદે વિસ્તૃત લખ્યું હોવાથી પોલીસ સ્ટાફમાં શોક છવાઇ ગયો છે.

કલુદીપસિંહ યાદવે વોટસએપમાં પોતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી સ્યુસાઇડ નોટમાં રાજી ખુશીથી જીવન ટૂંકાવ્યું છે. જેમાં બીજા કોઇનો વાંક નથી પી.આઇ. ખાંભલાનો સ્વભાવ બહુ સારો છે. તેઓએ ક્રિકેટ રમવાની વાત કરી પણ ક્રિકેટ રમ્યા નહીનો અફસોસ વ્યક્ત કરી છે. પોલીસ મથકના ડી. સ્ટાફ સહિતના તમામ સહ કર્મચારીઓની કામગીરીની પસંશા કરી હતી. તહેવાર ઉપર મને યાદ કરજો, કુલદીપસિંહ યાદવે પોતાના કાકા, મોટા ભાઇની માફી માગી ‘હું માત્ર હસતો હતો બાકી હસવા જેવું કંઇ ન હતું’

અંગનાબેનને પોતાના એકાઉન્ટ અંગે ભલામણ કરી જરૂર પડે તો કુલદીપભાઇ છે. કોઇ પાસે કંઇ ન બોલતા નહી તેવી ભપલામણ કરી હતી. તેમજ પોતાના મિત્રોને યાદ કરી તમારા માટે ઘણું લખવા જેવું છે તે બધુ લખુ તો મારે વધારે જીવવું પડે તેમ છે. માતા-પિતાને પોતાનું ધ્યાન રાખવા, પ્લોટનું સમાધાન કરી નાખતો અને હવે નિવૃત જીવન જીવજો તેમ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે. પોતાના ભત્રીજા અને ભત્રીજીને સંબોધીને લખ્યું હતું. પોતે આક્ષુને સાથે લઇ જાઉ છે. આખી રાત મારી સાથે રહી એટલે તેને મુકીને જવાનો જીવ નથી ચાલતો જે કોઇને મે પૈસા આપ્યા છે તે મારા ભાઇને આપો તો ઠીક છે નહી તો મજા કરો ‘ખુદા સે મેને દુઆ માગી, દુઆ મે મેને અપની મોત માગી, ખુદાને કહા મોત તો મે તુજે દુગા પર ઉસસે કયાં કહુ જીસમે તેરી લંબી ઉંમરકી દુઆ માગી’ મારી દુઆ માગનાર મારી પત્નીને હું સાથે લેતો જાઉ છું.

પોલીસના ગ્રેડ પે વધે તેવી પોતાની અંતિમ ઇચ્છા વ્યકત કરી અને આઈપીએસ બહુ પૈસા ખાઇ છે. તેઓ જ પગાર વધવા નથી દેતા તેવો આક્ષેપ લખ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.