અમદાવાદ વેવાઇના ઘરેથી પરત ફરી રહેલા રાજકોટ ઝોન-૨ના ડીસીપીના કમાન્ડોના મોતથી પોલીસ બેડામાં શોક
અમાદાવાદ લીંબડી હાઇવે પર રોડ ક્રોસ કરતા ટેકટરની ટોલીમાં કાર ઘુસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટના ડીસીપી ઝોન ૨ના કમાન્ડોનું મોત નિપજતા અને તેમની પત્ની પુત્રને ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્૫િટલ ખસેડાયા હતા. બનાવ અંગે લીંબડી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં જામનગર રોડ પર મારૂતીનગર પોલીસ હેડ કર્વાટરમાં રહેતા ડીસીપી ઝોન-૨ પ્રવિણકુમાર મીણાના કમાન્ડો તરીકે પોલીસ કમિશ્ર્નર કચેરીમાં ફરજ બજાવતા રાજેશ વલ્લભદાસ નૈનુજી (ઉ.વ.૨૬)ની કારમાં પત્ની હંસાબેન સાથે અમદાવાદમાં વેવાઇના ઘરે ચકકર મારવા ગયા હતા. અમદાવાદથી રાજકોટ સાંજે પરત ફરતી વેળાએ લીંબડી પાસે અચાનકથી રોડ ક્રોસ કરતા ટેકટરની ટોલી સાથે કાર અથડાતા ચાલક રાજેશ નેનુજી (ઉ.વ.૫૩)નુ ગંભીર ઇજાથી કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. જયારે કારમાં સવાર માતા પુત્રને શરીરે નાની મોટી ઇજા થતા સ્થાનીક લોકોએ કારમાંથી બહાર કાઢી ૧૦૮ મારફતે સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડયા હતા.
અકસ્માતના બનાવ અંગે લીંબડી પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ કારમાંથી પોલીસ કર્મીના મૃતદેહને બહાર કાઢી પી.એમ. અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. અકસ્માતમાં બેદરકારી દાખવનાર ટેકટર ચાલક સામે લીંબડી પોલીસે ગુનો નોંધાયો છે. ડીસીપી ઝોન-૨ના કમાન્ડોનુ અકસ્માતમાં મોત નિપજતા પોલીસ બેડામાં શોક છવાયો હતો.