- અમરોલી પોલીસે 13.56 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકની કરી ધરપકડ
- બાતમીના આધારે તપાસ કરતા 135.66 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળ્યો
- આરોપી પાસેથી બે લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી
- આરોપી અસલમ ઉર્ફે સર્કિટ નામના ઇસમ પાસેથી ડ્રગ્સની કરતો ખરીદી
સુરતમાં અમરોલી પોલીસ દ્વારા લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે કોસાડ આવાસ વિસ્તારમાં તપાસ કરતા 13.56 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોપી પાસેથી બે લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીની ઓળખ સરફરાઝ ઉર્ફે તોફિક ઈબ્રાહિમ તરીકે થઇ છે, જે છેલ્લા એક વર્ષથી એમડી ડ્રગ્સના કાળાં કારોબારમાં સંકળાયેલો હતો. આરોપી અસલમ ઉર્ફે સર્કિટ નામના ઇસમ પાસેથી ડ્રગ્સ ખરીદી કરતો હતો, જેને હવે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સુરતમાં અમરોલી પોલીસ દ્વારા લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી. અમરોલી વિસ્તારમાં પોલીસે મોટી કામગીરી કરતાં 13.56 લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપ્યું હતું. તેમજ પોલીસે પ્રાપ્ત કરવામાં આવેલ માહિતીના આધારે, કોસાડ આવાસ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાના સંકેતો મળ્યા હતા, જેના પર ચોકસાઈથી કામગીરી કરી છાપો માર્યા હતા.
પોલીસને કેબલ ઓપરેટર પાસેથી 135.66 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. આ ઉપરાંત, આરોપી પાસેથી બે લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીની ઓળખ સરફરાઝ ઉર્ફે તોફિક ઈબ્રાહિમ તરીકે થયો છે, જે છેલ્લા એક વર્ષથી ડ્રગ્સના કાળાં કારોબારમાં સંકળાયેલો હતો. આ ઉપરાંત આરોપી અસલમ ઉર્ફે સર્કિટ નામના ઇસમ પાસેથી ડ્રગ્સ ખરીદી કરતો હતો, જેને હવે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આરોપી પાસે 150 કેબલ કનેક્શન પણ મળ્યા છે, જેનો ઉપયોગ તે છૂટક એમડી ડ્રગ્સ વેચાણ માટે કરે છે. આ દરમિયાન પોલીસે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય