છેતરપિંડી બદલ ડિરેક્ટર્સ સામે ફરિયાદ: 1108 કરોડનો બેંકને ચૂનો લગાવ્યો

યસ બેંક દ્વારા સીઆઈડી (ક્રાઈમ) ગાંધીનગર યુનિટમાં ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે બેંકના ત્રણ ડિરેક્ટરો
કોક્સ અને કિંગ્સ  જે ટુર અને ટ્રાવેલમા ધંધો કરે છે, તેણે બનાવટી દસ્તાવેજો બનાવીને બેંકને રૂ.૧૧૦૮ કરોડની છેતરપિંડી કરી હતી. 
કોક્સ અને કિંગે સૌપ્રથમ 2017માં તેની ગ્રુપ કંપની ઈઝીગો વન ટ્રાવેલ્સ એન્ડ ટુર્સ લિમિટેડ માટે લોન માંગી હતી જેને બેંક દ્વારા મંજૂર કરવામાં આવી હતી. ટ્રાવેલ ઓપરેટિંગ ફર્મનો બેંક સાથે લાંબો સંબંધ હતો.
પેઢીએ તેની ગ્રૂપ કંપની પ્રોમિથિઓન એન્ટરપ્રાઇઝ લિમિટેડ (પી.ઇ.એલ.) માટે બીજી લોનની માંગણી કરી અને બેંકે  185 ડોલર મિલિયન મંજૂર કર્યા, જે માર્ચ 2018માં આશરે રૂ. 1400 કરોડ હતા,

185 ડોલર મિલિયનમાંથી, 30 ડોલર મિલિયન યુ.એ.ઇ. માં અબુ ધાબી કોમર્શિયલ બેંકને સબલેટ કરવામાં આવ્યા હતા.

લોન વિદેશી પેઢીને સબલેટ કરવામાં આવી હોવાથી, લોન ગાંધીનગરમાં યસ બેંકના ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર બેંકિંગ યુનિટમાં નોંધાયેલ હતી.

એફ. આઈ. આર.માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પી.ઈ. એલ.ને 15 માર્ચ, 2018 ના રોજ  185 ડોલર મિલિયનની લોન મંજૂર કરવામાં આવી હતી. ડીલ અનુસાર, દરેક ત્રિમાસિક ગાળામાં વ્યાજ અને ઇ. એમ. આઈ. ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ, પી.ઇ.એલ.એ 90 દિવસમાં રકમ ચૂકવી ન હોવાથી પી.ઇ.એલને ભારતીય રિઝર્વ બેંકના  માર્ગદર્શિકા અનુસાર એન. પી.એ (નોન-પરફોર્મિંગ એસેટ) તરીકે જાહેર કરવામાં આવી હતી.

ઉપરાંત નિર્દેશમાં  કોર્ટ દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટરને જાણ કરી કે તેણે તે વાર્ષિક રિપોર્ટ પર સહી કરી નથી. 2017-18નો વાર્ષિક રિપોર્ટ પણ નકલી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. તે સિવાય લોન પણ જુદા જુદા ખાતામાં ડાયવર્ટ કરવામાં આવી હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.

કોક્સ અને કિંગ્સ ગ્રૂપની કંપનીઓએ તેમના એક હોટલ વ્યવસાયને વેચી દીધો, જે તેમણે યસ બેંક લોન સાથે સ્થાપ્યો હતો, નાણાકીય લાભ માટે અને તેઓએ સોદાનું ઉલ્લંઘન કરતી બેંકને પૈસા ચૂકવ્યા ન હતા. આર. બી.આઇ. એ પી.ઇ.એલ.ને છેતરપિંડી ખાતા તરીકે જાહેર કર્યું કારણ કે તેઓએ રૂ. 1,108 કરોડની મોટી નાણાકીય ગેરરીતિ આચરી હતી.

ફરિયાદના આધારે, સી.આઇ. ડી.ના ગાંધીનગર યુનિટે કોક્સ એન્ડ કિંગ્સના ત્રણ ડિરેક્ટરો સામે વિશ્વાસભંગ, બેંકર દ્વારા વિશ્વાસભંગ, વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અસલી તરીકે રજૂ કરવા, છેતરપિંડી કરવાનો સામાન્ય ઇરાદો, ગુનાહિત કાવતરું અને ઉશ્કેરણીની ફરિયાદ નોંધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.