હોળી-ધુળેટીના તહેવાર પર કેટલાક શખ્સો છાકટા બનીને રાહદારીઓ પર કલર ઉડાડતા હોય છે તેમજ પાણી ભરેલા ફુગ્ગાઓ યુવતીઓ પર ફેંકીને છેડતી કરતા હોવાના કિસ્સા પણ અગાઉ બન્યા છે, ત્યારે આગામી ધુળેટીના તહેવાર પર આવી પ્રવૃત્તિ કરનારાઓ સામે પોલીસની તવાઇ કરવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં ધુળેટીના તહેવાર દરમિયાન કોઇપણ વ્યક્તિ જાહેર જગ્યાઓ ઉપર રાહદારીઓ કે આવતા જતા લોકો પર રંગ, પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, તૈલી પદાર્થ ફેંકી શકશે નહીં તેમજ તે માટેના સાધનો પોતાની સાથે લઇ જઇ શકશે નહીં.

તેમજ આડેધડ દોડધામ કરવા પર કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ જાહેરનામું તા.7ના રાત્રીના 12 વાગ્યાથી તા.9ના રાત્રીના 12 વાગ્યા સુધી અમલી રહેશે, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત ધુળેટીના દિવસે પોલીસ ખાનગી ડ્રેસમાં આવા તત્ત્વો પર વોચ રાખીને પ્રવૃત્તિ કરનારાઓની સ્થળ પર જ શાન ઠેકાણે લાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.