કાશ્મીરમાં મોટા ઓપરેશન માટે મોદી સરકાર દ્વારા થઈ રહેલી તજવીજથી અલગતાવાદી તત્વોમાં ફફડાટ મહેબુબાએ સર્વપક્ષીય બેઠક બોલાવવા જયારે ફા‚ક અબદુલ્લાએ મોદીને મળવાનો સમય માંગ્યો
આઝાદી કાળ બાદથી અત્યાર સુધી રાજકીય કુનેહના અભાવે કાશ્મીરના પ્રશ્ર્નને સરહદ પારનો પ્રશ્ર્ન મનાતો હતો પરંતુ ખરેખરમાં કાશ્મીરમાં વકરેલી પરિસ્થિતિ માટે ઘરના ઘાતકી વધારે જવાબદાર મનાય છે. સરહદ પારથી આવતા આતંકવાદી તત્વોની ઘુસણખોરી રોકવા માટે ઘરના ઘાતકી તત્વોને ઝેર કરવા પહેલા જ‚રી હતા. પરંતુ, છેલ્લા થોડા દાયકાઓથી રાજકારણીઓની સાંઠગાંઠ નાના મોટા સ્વાર્થીને લઈ ધરતીપરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરને નર્ક બનાવી દેનારા તત્વોને આપણી સરકારો કાંઈ કરી શકી નથી પરંતુ વડાપ્રધાન મોદીની બીજી ઈનિંગ્સમાં અમિત શાહને ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા છે. ત્યારથી મોદી સરકારમાં આંતરીક સુરક્ષાનો પ્રશ્ર્નને પ્રથમ પ્રાધાન્ય અપાશે તે નિશ્ર્ચિત બની જવા પામ્યું હતુ.
દેશની આંતરીક સુરક્ષાની બગડેલી પરિસ્થિતિમાં કાશ્મીરની સ્થિતિ પ્રથમ ક્રમે આવે છે. કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા તત્વો, અલગતાવાદી તત્વો, પાકિસ્તાનના ઝંડા ફરકાવતા નેતાઓથી લઈને પ્રજાની વચ્ચે રહેલા ભેડીયાઓને ઓળખી લેવા મોદી સરકારે કમર કસી છે. તાજેતરમાં ૫૦ હજારનું સૈન્ય કાશ્મીરમાં તૈનાત કરવામાં આવતા આગામી ૧૫મી ઓગષ્ટ પહેલા કેન્દ્ર સરકાર કાશ્મીરમાં બેફામ બનેલા ‘હરામી’ઓ સામે મોટા ઓપરેશનો હાથ ધરશે તે સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. કાશ્મીરમાં સૈન્યના જમાવડા વચ્ચે કેન્દ્ર સરકારે કાશ્મીરનાં ખૂણેખૂણે ચાલતી મસ્જિદો, મદ્રેસાઓમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલતી હોય તેના પર વોચ રાખવા જમ્મુ કાશ્મીર પોલીસને તાકિદ કરવામાં આવી છે. જે રીતે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સૈન્યનો જમાવડો કર્યો છે. તેને જોતા અલગ ખાલિસ્તાનની માંગ સમયે પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીએ હાથ ધરેલા ઓપરેશન બ્લુસ્ટારની યાદ તાજી થઈ જવા પામી છે.
ઈન્દીરા ગાંધીએ અલગ ખાલિસ્તાનની માંગ સાથે અમૃતસરના સુવર્ણ મંદિરમાં કબ્જો કરી બેસી જઈને ધર્મના ઓઠા હેઠળ પાકિસ્તાનના ટેકાથી આતંકવાદ ફેલાવતા તત્વોને ઝેર કરવા ઓપરેશન બ્લુસ્ટાર હાથ ધર્યું હતુ આ ઓપરેશન દરમ્યાન પંજાબમાં ઉઠેલા વિરોધ અને આતંકવાદી તત્વોના ભારે ગોળીબાર વચ્ચે પણ સૈન્યને સુવર્ણમંદિરમાં મોકલીને ખાલિસ્તાની નેતા જનરલ ભિંદરાનવાલેનને મારીને સુવર્ણ મંદિરને અલગતાવાદી તત્વોથી મૂકત કરાવી અલગ ખાલિસ્તાનની ઝુંબેશનો સફાયો કર્યો હતો. તે જ રીતેમોદી સરકાર કાશ્મીરમાં બેફામ બનેલા આતંકી તત્વોને ઝેર કરવા ઘરના હરામીઓનો સફાયો કરવાનો નિર્ણય કર્યો છે. આવા હરામી તત્વોના ડરથી કાશ્મીરમાં યોજાતી ચૂંટણીઓમાં માત્ર ૮ થી ૧૦ જેવુ સાવ પાંખુ મતદાન થાય છે. જેના કારણે કાશ્મીરમાં લોકશાહી તંત્રની ખરી રીતે સ્થાપના થઈ શકતી નથી.
આગામી આઝાદી દિન ૧૫મી ઓગષ્ટ પહેલા કાશ્મીરમાં આતંકવાદીઓનો ટેરર ફંડથી માંડીને છુપાવવા આશ્રય સ્થાન પૂરા પાડતા હરામી લોકોનો સફાયો કરીને આતંકવાદની સ્થાનિક કરોડ રજજુને તોડી નાખવા મોદીસરકારે કમર કસી છે. આતંકવાદને દેશમાં પ્રોત્સાહન આપતા હરામી તત્વોનો સફાયો બોલાવીને મોદી સરકાર આંતરીક સુરક્ષા માટે ‘આરપાર’ની લડાઈ લડી લેવા ચાલી રહેલી કવાયતના ભાગ‚પે ગઈકાલે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર પોલીસને એ મહત્વપૂર્ણ બાબતો પર વોચ રાખવા તાકિદ કરી છે. આધારભૂત વર્તુળોમાં મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર પોલીસને કાશ્મીર ખીણમાં ખૂણે ખૂણે આવેલી મસ્જિદો, મદ્રેસાઓમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર વોચ રાખીને તેના તમામ વિગતો પુરી પાડવા તાકિદ કરી છે. ઉપરાંત પોલસીને કાશ્મીરની તમામ ટેકસીઓમાં મુસાફરોને બેસાડવાની ક્ષમતા તથા પેટ્રોલ પંપોની ઈંધણ સંગ્રહ કરવાની ક્ષમતા અંગેની તમામ વિગતો તુરંત એકઠી કરવા પણ હુકમ કરાયા છે.મોદી સરકાર દ્વારા કાશ્મીરમાં ભેદી કાર્યવાહીના ભાગ‚પે થઈ રહેલા લશ્કરી જમાવડાથી અલગતાવાદી તત્વોને મદદ કરતા રાજકીય પક્ષોનાં નેતાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ મુદે પીડીપીના વડા મહેબુબા મુફતીએ બધા રાજકીય પક્ષોની બેઠકો બોલાવીને સર્વસંમતિ સાધવા માંગ કરી છે. જયારે, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફા‚ક અબદુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે મુલાકાતનો સમય માંગ્યો છે. આ બધી સ્થિતિઓને જોતા સ્પષ્ટ થઈ જવા પામ્યું છે કે કાશ્મીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાના ભાગ‚પે મોદી સરકાર મહત્વપૂર્ણ પગલા લઈને પહેલા ઘટના ઘાતકી હરામી તત્વોને જેર કરીને આતંકવાદની કમર તોડી નાખવા કટીબધ્ધ બની છે.