દુકાનમાં બેઠેલા વેપારીઓના પણ માસ્ક ઉતરેલા જોતા જોહુકમી કરતી હોવાની ફરીયાદો
હાલ મહામારી કોરાનાના ભરડામાં આમ જનતા બે હાલ થઇ ગઇ છે. તેવા સંજોગોમાં વિસાવદર પોલીસ રાહદબખારીઓ દુકાનદારો પાસેથી માસ્કના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. તેવી શહેરમાં બુમ ઉઠવા પામી છે. ગત બુધવારના રોજ વિસાવદર પોલીસ વાન પેટ્રોલીંગમાં નીકળેલ જે દરમ્યાન રોડ પર તડકામાં છાયો હોય ત્યાં બેઠા બેઠા પાણી પીતા હોય તેવા લોકોને પણ હિટલર શાહી કરીને વાનમાં બેસાડી દેવામાં આવેલ વેપારી દુકાનમાં બેસેલા હોય એકલા હોય અને પાણી પીવા માસ્ક ઉતારેલ હોય તેવા વેપારીને પણ જોહુકમી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવેલ.
હાલ મહામારીની પરીસ્થિતિમાં માણસોને રોજીરોટીનો સવાલ છે. ત્યાં રૂ. 1000 હજારનો દંડ વસુલવામાં આવેલ થોડી માનવતા રાખવાને બદલે હિટલરસાહિ શરુ કરવામાં આવે આ અંગેને રુબરુ મળીને રજુઆત કરવામાં આવી તો તેણે પણ તેવો જવાબ આપેલ કે તમે ઉપર ફરીયાદ કરો. બીજી ખાસ એક વાત એ કે સરકારની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાળવું જોઇએ તો પોલીસ તેના વનમાં 1પ થી ર0 જણાને ઠાસી ઠાસીને ભરેલ તો શું પોલીસ ને તે નિયમ લાગુ નથી પડતો? તેવા પ્રશ્ર્નો ઉઠયા છે. આ અંગે જુનાગઢ એસ.પી. ને પત્રકાર ગીજુભાઇ વિકમા દ્વારા પણ રજુઆત કરવામાં આવી છે.
તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અન્ય લોકો દ્વારા ગાંધી ચીન્ધા માર્ગે પોલીસ સામે અનસન કરવા માટે મજબુર બનશે આવું વેપારી આલમમાંથી સુર નીકળી રહેલ છે. વિસાવદર પોલીસ થોડી સંવેદનશીલ બને અને હાલ કપરી પરીસ્થિતિમાં પ્રજાને સહકાર આપે એક મજુરનો હાથમાં ટીફીન પાણીનો શીશો લઇને જતો હતો તેની એટલી બધી દયનીય હાલત હતી તેની પાસે પેટ ભરવાના પૈસા નથી અને 1000 નો દંડ વસુલ કરવામાં આવેલ, વાતમાં બેસાડી ને જે 1પ-20 જણાને લાવેલ તેની સામે પોલીસનું એટલી ખરાબ વર્તન હતું કે જાણે કે તે કોઇ ભયકર લુંટ મારામારી નો કોઇ મોટો બુટલેગર હોય તેવું પોલીસ દ્વારા વર્તન કરવામાં આવેલ જે શોભનીય બાબત ન કહેવાય.