સીસીટીવી કેમેરાના લાલ ‚માલ અને લાલ માસ્ક પહેલાં ઝાડીયા શખ્સના ફુટેજ મળ્યા: ભક્તિનગર સ્ટેશન પ્લોટમાંથી ચોરાયેલા ગેસ સિલિન્ડરનો ઉપયોગ થયાની શંકા: લોહાનગરની ગેંગ શંકાના પરિધમાં
હરિહર ચોક પાસે આવેલી હેડ પોસ્ટ ઓફિસના ચોકીદાર ગરાસીયા પ્રૌઢની હત્યા અને લૂંટના થયેલા પ્રયાસનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના માર્ગ દર્શન હેઠળ પોલીસની અલગ અલગ ચાર ટીમ બનાવી તપાસનો ધમધમાટ શ‚ કર્યો છે. પોલીસને કેટલીક મહત્વની કડી મળતા તે દિશામાં તપાસ શ‚ કરી છે.
મુળ હડમતીયા જંકશનના વતની અને હેડ પોસ્ટ ઓફિસમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ભરતસિંહ પ્રવિણસિંહ જાડેજાનું ગતરાતે લૂંટારાઓએ ગળુ વાઢી હત્યા કર્યા બાદ ગેસ કટરથી તિજોરી તોડવાના થયેલા પ્રયાસ અંગે એ ડિવિઝન પોલીસમાં હત્યા અને લૂંટના પ્રયાસ અંગે ગુનો નોંધી પોલીસની અલગ અલગ ચાર ટીમ બનાવવામાં આવી છે.
પોલીસને સીસીટીવી કેમેરામાં છ શખ્સોના ફુટેજ મળ્યા છે. તેમા એક ઝાડીયો તેમજ ચહેરા પર લાલ ‚માલ અને લાલ કલરના માસ્ક બાંધેલા નજરે પડે છે. ફુટેજને વધુ ક્લિયર કરાવવા પોલીસે કમ્પ્યુટર નિષ્ણાંતની મદદ લીધી છે.
તિજોરી તોડવામાં ગેસ કટરનો ઉપયોગ થયો હોવાથી ગેસ સિલિન્ડર અંગે પોલીસે તપાસ કરતા ગેસના બાટલા ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી ચોરાયા હોવાની શંકા સાથે હત્યા અને લૂંટના ગુનામાં લોહાનગરના કેટલાક શખ્સોની સંડોવણી હોવાની શંકા સાથે તપાસ હાથધરવામાં આવી છે.લૂંટારાઓએ પોસ્ટ ઓફિસમાં રેકી કરી હોવાથી છેલ્લા પંદર દિવસના સીસીટીવી ફુટેજની પણ પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. લૂંટારાઓએ પોસ્ટ ઓફિસમાં કુલ ૧૫ તાળા તોડયા હતા.
લૂંટારાઓએ સ્ટ્રોંગ ‚મ તોડવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન ગેસનો બાટલો ખાલી થતા અને લિકેજ થતા પડતો મુકીને ભાગી ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સ્ટ્રોગ ‚મના તાળા તૂટયા હોત તો તેમાંથી ‚ા.૧.૫૦ કરોડની મત્તા ઉઠાવી ગયા હતા પણ તે બચી ગઇ છે.