ગાંધીનગરબથી દબાણ છતાં પોલીસે કરી કાર્યવાહી: ૧૬ લાખનો મુદામાલ કબ્જે

ઉ૫લેટા તાલુકાના કોલકી ગામે છ મહીલા સહીત ૧૧ શખ્સોને પોલીસે ૧૬ લાખ રૂપિયાના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા આરોપીને છોડાવવા ગાંધીનગરથી દબાણ આવવા છતાં પોલીસે મકકમ રહી તમામ સામે ગુનો નોંઘ્યો હતો.

રાજકોટ જીલ્લા પોલીસ અંતરીય સુદની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ શહેર તાલુકામાં જુગાર અને દારુ  ઉ૫ર સંપૂર્ણ સંદેશ લઇ આકરી કાર્યવાહી કરવાની સુચનાના ભાગરુપ બાતમીને આધારે ઉ૫લેટાના કોલકી ગામે આવેલ પી.બી.આર. ફાર્મ હાઉસમાં રેખાબેન બાબુભાઇ માકડીયા રહે. કોલકી, મનીષા નવીન ટીબડીયા રહે. ગોમટા, અમી હેમત ત્રાબડીયા રહે. ગોમટા, સરોજ અલ્પેશ માકડીયા રહે. ચિત્રાવાડ, જયા પરસોતમ ફળદુ રહે. ગોમટા, નીના ઉર્ફે મીના દિનેશ ગોવાણી રહે. સુપેડી, અજય વિરજી માકડીયા રહે. કોલકી, દિનેશ રતનશી ગોવાણી રહે. સુપેડી, હેમત બચુ ત્રાબડીયા રહે. ગોમટા, અમિત દિનેશ ગોવાણી રહે. સુપેડી બધા રેખા બાબુ માકડીયાના કબજા ભોગવતા વાળા મકાનમાં કોલકી ગામે તીન પતિનો જુગાર ઝડપી લઇ આરોપીના કબજામાંથી રોકડા રૂ. ૨૬,૭૧૦, મોબઇલ નંગ નવ કિંમત બાવીસ હજાર તેમજ ચાર ફોરવ્હીલ કાર કિંમત રૂ. સોળ લાખ પાત્રીસ હજાર ના મુદામાલ સાથે કુલ રૂપિયા સોળલાખ તીયાસી હજાર સાતસોને દશ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લીધા હતા તમામ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

કાર્યવાહી નહી કરવા ગાંધીનગરથી પી.આઇ. અલ્પેશ પટેલ ઉપર દબાણ આવવા છતાં કડક પી.એસ.ની છાપ ધરાવતા અલ્પેશ પટેલે કોઇની શેહ શરમ રાખ્યા વગર તમામ સામે ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.