જાહેરનામાનો ભંગ કરનાર શાળા સંચાલકની ધરપકડ

કોરોનાના વાયરસને અટકાવવા સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડી અને શિક્ષણિક કાર્ય બંધ રાખવાના હુકમ છતાં મોચીનગર-૬ માં વાઇટ હાઉસ પાસે ‘શ્રી જ્ઞાન દીપ વિદ્યાલય’ના સંચાલકો દ્વારા શિક્ષણીક પ્રવૃતિ ચાલી રાખી વિદ્યાર્થીઓને બોલાવી જાહેરનામાનો ભંગ કરતા શાળા સંચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોરોનાની મહામારીને ડામવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન બાદ અનલોક જાહેર કરવામાં આવ્યું હતુ અને લોકોની ભીડ એકઠલ ન થાય તેવા કાર્યો પર પ્રતિબંધ હોવા છતાં મોચીનગર-૬ ના ખુણે વાઇહ હાઉસ પાસે શ્રી જ્ઞાન દીપ વિદ્યાલય ના સંચાલક અને પોપટપરા પાસે રહેતા જીતેન્દ્રસિંહ ઉદેસિંહ ચાવડા નામના પ્રોઢ સ્કુલ ખાતે વિઘાર્થીઓને બોલાવી શિક્ષણિક કાર્ય ચાલુ હોવાની પોલીસને મળેલી માહીતીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે ધસી જઇ જાહેરનામાનું ઉલ્લધન કરી વિઘાર્થીઓને સ્કુલ બોલાવી તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યું ન હોવાથી પોલીસે શાળા શિક્ષક જીતેન્દ્રસિંહ ચાવડાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.