તા.૧૨ સપ્ટેમ્બરના રોજ ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.હે.કો. સહિત તથા સ્ટાફના માણસો ખંભાળીયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ના.રા.માં હતા તે દરમ્યાન અગાઉ તેઓને ખાનગી રાહે હકિકત મળેલ કે ખંભાળીયા ટાઉનમાં એક બ્રાહ્મણ વેશમાં રખડતો છોકરો શંકાસ્પદ રીતે અલગ-અલગ એગ્રોમાં ઝેરી દવાની લેવા જતો પરંતુ એગ્રોવાળાઓ તેઓને ઝેરી દવા આપતા ન હોય તેવી હકિકત મળેલ હોય જે આધારે ઉપરોકત સ્ટાફના માણસો ભુમી એગ્રો ખંભાળીયા પાસે આવતા ઉપરોકત વર્ણનવાળો છોકરો એક એગ્રોમાંથી ઝેરી દવા લઈને બહાર નીકળી ઝેરી દવા પીવાની કોશીશ કરતા તુરંત તેને પોલીસે પકડી તેમનું નામ પુછતા તે રવિભાઈ રાજેશભાઈ વ્યાસ (ઉ.વ.૨૦, રહે.જામનગર, ટાઉનહોલ પાસે, જામનગર)વાળો હોવાનું અને જિંદગીથી કંટાળી આત્મહત્યા કરતો હોવાની હકિકત જણાવતા તેને તુરંત જ ખંભાળીયા પોલીસ સ્ટેશને લઈ ગયેલ અને ત્યાં પોલીસ ઈન્સ્પેકટર એ.બી.જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસોએ પ્રેમથી સમજાવી તેમના પિતા રાજેશભાઈ જેન્તીલાલ વ્યાસ તથા તેમના ભાઈ દીપભાઈ રાજેશભાઈ વ્યાસ રહે.ટાઉનહોલ પાસે, જામનગરવાળાઓને જામનગરથી બોલાવી તેઓને સોંપી આપી રવિભાઈ રાજેશભાઈ વ્યાસને તેમના પરિવાર સાથે મિલન કરાવી ખંભાળીયા પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે.