વણિક વેપારીના ઘરમાં મોટો હાથ ફેરો કરી નીકળેલા તસ્કરોનો પીછો કરી મુદ્દામાલ સાથે પકડી લેતા પી.આઈ.ચંદ્રવડીયાની ટીમ
વાંકાનેર પીઆઈ એમ.ડી.ચંદ્રાવડીયાની ટીમે મધ્યરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન વણિક વેપારીના ઘરમાંથી રૂપિયા ૭૦૫૫૧૧ ની રોકડ-દાગીનાની ચોરી કરી નાસી રહેલા તસ્કરોનો ફિલ્મી સ્ટાઈલથી પીછો કરી મુદ્દામાલ સાથે એક ને દબોચી લઇ સજાગતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પ્રસંશનીય કામગીરી કરી છે.
મળતી વિગતો મુજબ તારીખ ૧૯ની મોદી રાત્રીના વાંકાનેર મેઈન બજારમાં ઉપાશ્રય શેરીમાં રહેતા મયૂરભાઈ અનિલભાઈ સપાણીના ઘરના તાળાતોડી,કબાટ તથા પટારા માંથી હળવદ ચુપણી ગામના દેવરાજ વેલજી,જગદીશ ઉર્ફે રાજુ અજમલ દેવીપૂજક,રાજુ ચતુર દેવીપૂજક અને સેલા ધરમશી દેવીપૂજક નામના તસ્કરો સોનાં-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ રૂપિયા ૭લાખ ૫૫૧૧ નો મુદ્દામાલ લઇ નાસી રહ્યા હતા.
બરાબર આજ સમયે વાંકાનેર પોલીસ મથકના પીઆઇ એમ.ડી.ચંદ્રવડીયા,હેડ કોન્સ્ટેબલ રામજુભાઈ રાયમાં,પો.કો.અરવિંદભાઈ ઝાપડીયા,હાર્પણસિંહ તથા ડ્રાઇવર રણવીરસિંહ નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા અને ચોરી કરી નાસી રહેલા ઇસમોને મોટર સાયકલ પર થેલાઓ સાથે જોઈ જતા શંકાના આધરે અટકાવવા પ્રયાસ કરતા ચારેય શખ્સો મોટર સાયકલ મારી મૂકી નાસ્યા હતા. જેને પગલે પોલીસે ફિલ્મી સ્ટાઈલથી પીછો કરતા દેવરાજ વેલજી દેવીપૂજક નામનો શખ્સ પડી જતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો અને પોલીસે તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કરી મોટી ચોરીને ગણતરીની મિનિટોમાંજ ડિટેક્ટ કરી સજાગતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પ્રસન્સનીય કામગીરી કરી છે. રૂપિયા ૭,૦૫૫૧૧ની ઘરફોડી મામલે પોલીસે ચુપણી હળવદના ચારેય તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી નાસી છૂટેલા ત્રણેય તસ્કરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.