નેશનલ સ્કૂલ ગેમ્સમાં દ્વિતીય સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું: પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂ.6 લાખની સ્કોલરશીપ મેળવી
અબતક-રાજકોટ:
જૂનાગઢ જિલ્લામાં બિનહથિયારી પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અશોક ગીડાના પુત્ર કાર્તિક ગીડાએ ક્રિકેટ રમતમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. નેશનલ સ્કૂલ ગેમ્સમાં કાર્તિક ગીડાએ અંડર-17માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.જૂનાગઢમાં રીડરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભીખુભાઇ ગીડાના પુત્ર અને રાજકોટ શહેરમાં પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઇ ગીડાના ભત્રીજા કાર્તિક ગીડાએ રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે.
કાર્તિક ગીડાએ રાજસ્થાનમાં યોજાયેલી 65મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ક્રિકેટમાં અંડર-17માં ભાગ લઈ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ગુજરાત પોલીસનું પણ ગૌરવ વધ્યું છે. જેના ભાગરૂપે સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાંથી કાર્તિક ગીડાને રૂ.6,00,000ની સ્કોલરશીપ આપવામાં આવી છે.