- વઢવાણના તાંત્રિકે પરિવારના ત્રણ મળી 12 વ્યક્તિની હત્યા કર્યાની કબૂલાત આપી‘તી
વઢવાણના તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડા દ્વારા 12 વ્યક્તિઓને સોડિયમ નાઈટ્રેટ આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ચોકાવનારી કબુલાત બાદ નવલસિંહ દ્વારા રાજકોટની નગ્મા નામની યુવતીને મોતને ઘાટ ઉતારી વાંકાનેર નજીક તેની લાશ દફનાવી દીધી હતી. આ મામલે પોલીસે નવલસિંહની પતિની પણ ધરપકડ કરી હતી અને વઢવાણ ખાતે આવેલા નવલસિંહના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરતાં કુહાડી અને છરી સહિતના હથિયારો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતા મુળ વઢવાણના તાંત્રીક ભુવા નવલસિંહ ચાવડાએ સરખેજ પોલીસ મથકે સુરેન્દ્રનગર, વઢવાણ, વાકાનેર, રાજકોટ, અંજાર, અમદાવાદમાં પોતાના પરિવારના 3 વ્યક્તિ સહીત કુલ 12 વ્યક્તીની હત્યાની કબુલાત કરી હતી અને ત્યારબાદ ગત તા.08 ડિસેમ્બરના રોજ તાંત્રીક ભુવા નવલસિંહ ચાવડાનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે નવલસિંહના મોત બાદ સરખેજ પોલીસ સહિતની અલગ-અલગ જીલ્લાની પોલીસ ટીમે સંયુક્ત રીતે તપાસ હાથધરી હતી. જેમાં નવલસિંહની પત્નિ સોનલબેન ચાવડા, જીગર ગોહિલ, શક્તિરાજ ચાવડાની સંડોવણી હોવાનું બહાર આવતા તેમની વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી અને વધુ તપાસ દરમ્યાન રાજકોટ ખાતે રહેતા નગમાબેનની હત્યા નીપજાવી તેની લાશને વાંકાનેરના ધમલપર ગામ પાસે દાટી દીધી હોવાની કબુલાત મૃતક નવલસિંહે કરી હતી આથી વાંકાનેર પોલીસે નવલસિંહની પત્નિ સોનલબેનને સાથે લાવી વઢવાણ ખાતેના નિવાસ સ્થાને નગમાબેનની હત્યા સંદર્ભે તપાસ હાથધરી હતી. જેમાં મકાનમાં તપાસ કરતા નગમાબેનની હત્યામાં ઉપયોગમાં લેવાયેલ કુહાડી અને છરી સહિતના હથિયારો કબ્જે કર્યા હતા અને વાકાંનેર પોલીસના જણાવ્યા મુજબ ઉપયોગમાં લેવાયેલ કટર અમદાવાદ ખાતેના નિવાસસ્થાને હોવાની આશંકાઓને ધ્યાને લઈ આગામી દિવસોમાં ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.