૧૨૦૦ લિટર ડિઝલ અને ટેન્કર મળી રૂ.૩.૭૨ લાખનો મુદામાલ કબ્જે
પધ્ધર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. પ્રવિણભાઇ વાણિયાનાઓ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ હતા તે દરમ્યાન મોખાણા ચાર રસ્તા પર વાહન ચેકિંગ કરતા ટાટા ૭૦૯ ટેમ્પો ટેન્કરમા બાયો ડિઝલ મળતા તે અંગે બીલ કે આધાર પુરાવા ન હોય જેથી ટેમ્પો ચાલક સામજી મેઘાભાઈ વારોત્રા રહે હાલે , નરનારાયણ નગર જુનાવાસ માધાપર તા.ભુજ મુળ.દંગ તા.ભુજવાળાના કબજાના ટાટા ૭૦૯ ટેમ્પો વાળામાં બાયો ડિઝલ ગેરકાયદેસર ભરેલ પડેલ છે.જેથી સદર જગ્યાએ જઈ તપાસ કરતા હાજર સામજી મેઘાભાઈ વારોત્રાના જાના ઉપરોક્ત ટેન્કરમા બાયો ડિઝલ ૧૨૦૦ લિટર કિ.રૂા .૭૨,૦૦૦/ -ભરેલ મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરવામા આવેલ છે તથા જીલ્લા પુરવઠા અધિકારી કચ્છ ભુજનાઓને કાયદેસરની કાર્યવાહી કરવા રીપોર્ટ મોકલવામાં આવેલ છે ટેન્કરમાં ભરેલ બાયો ડિઝલ ૧૨૦ લિટર કિ.રૂ .૭૨,૦૦૦/-તથા ટાટા ૭૦૯ ટેમ્પો રજી.નં.જી.જે .૧૨ એ.ડબલ્યુ ૭૭૭૭ કિ.રૂા .૩,૦૦,૦૦૦ /- એમ કુલ રૂ . ૩,૭૨,૦૦૦/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી પોલીસ ચલાવી રહી છે
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ એસ.આર.જાડેજા તથા એ.એસ.આઇ. પ્રવિણભાઇ ટી.વાણિયા તથા પો.હેડ.કોન્સ . ચંન્દ્રકાન્ત કાન્તીલાલ કટારા તથા પો.કોન્સ.ભાવેશભાઇ મહેશભાઇ પરમાર જોડાયેલ હતા