ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, તમામ સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ
તમામ એસીપી અને પીઆઇ હોટલ-ગેસ્ટ હાઉસમાં રજીસ્ટર, આઇડી પ્રુફ અને પોકેટ સર્ચ કર્યુ
રાજેશ્રી પાસેની હોટલમાંથી એક શખ્સ છરી સાથે મળી આવ્યો
શહેરની ભાગોળે મોટા મવા ખાતેની જાણીતી હોટલમાં વીઆઇપી જુગાર કલબ ચાલતી હોવાના ગત તા.19મીએ અબતકમાં પ્રસિધ્ધ થયેંલા વિસ્તૃત અહેવાલના પગલે પોલીસ સ્ટાફ સફાળો જાગી ગયો હોય તેમ સવારથી જ પોલીસની 30 ટીમ દ્વારા હોટલ અને ગેસ્ટ હાઉસમાં સર્ચ ઓરેશન કાર્યવાહી શરુ કર્યુ છે.
ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, હેડ કવાર્ટર, પીસીબી અને સ્થાનિક પોલીસ મથકની જુદી જુદી 30 ટીમ બનાવી હોટલ અને ગેસ્ટ હાઉસમાં રજીસ્ટર, આઇડી પ્રુફ અને પોલીસની પોકેટ એપ્લીકેશનની મદદથી સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં રાજેશ્રી સિનેમા પાસેની એક હોટલમાં આવેલા શખ્સ પાસેથી છરી મળી આવી હતી. તે શખ્સ ધારી ખાતેના એટ્રોસિટીના ગુનામાં સંડોવાયો હોવાનું પોકેટ એપ્લીકેશનની મદદથી વિગતો મેળવી શકાય હતી. સર્ચ ઓપરેશનમાં તમામ એસીપી અને પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.
હોટલની આડમાં ચાલતી ગેર કાનૂની પ્રવૃતિ અંગે અબતકમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલના પગલે પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.