તપાશ દરમિયાન પથ્થરની શીલા પર સાધુએ ગાંદડુ અને ચાદર મુકી હોવાથી લાશ હોવાની પોલીસને જાણ કરી’તી

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

ભવનાથ ખાતેના શિવરાત્રી મેળા બંદોબસ્તમાં દરમિયાન જૂનાગઢ પોલીસને એક લાશ બિનવારસુ પડી હોવાની મળેલ હકીકત સબંધે તપાસ કરતા રમૂજ ફેલાવે તેવી બાબત સામે આવી હતી, જો કે, તપાસ દરમિયાન પથ્થરની શીલા જોવા મળતા, પોલીસ સ્ટાફે પણ હાશકારો અનુભવ્યો હતો.

જૂનાગઢ પોલીસ શિવરાત્રી મેળામાં લાખો લોકોની સલામતીમાં વ્યસ્ત હતી ત્યારે નવા ભવનાથ પાછળ જંગલમાં એક લાશ પડી હોવાનો મેસેજ મળતા, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા, પીએસઆઇ રવિરાજસિંહ સોલંકી સહિતના સ્ટાફ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, નવા ભવનાથ પાછળ જંગલમાં બતાવેલ જગ્યાએ તપાસ કરતા,  પ્રથમ દ્રષ્ટિએ ચાદર ગોદળા વડે ઢાંકેલી લાશ હોવાનું જણાતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને ઉપરથી કપડું ઉઠાવી જોતા, નીચે માણસ સૂતો હોય એવી પથ્થરની શીલા જણાઈ આવતા, પોલીસ સ્ટાફે હાશકારો અનુભવેલ હતો.

તપાસ દરમિયાન જાણવા મળેલ કે, કોઈ સાધુએ પોતાનું ઓઢવાનું ગોદડું કે ચાદર પથ્થરની શીલા ઉપર મુકેલ અને કોઈ વ્યક્તિ જોઈ જતા લાશ જેવું જણાતા પોલીસને જાણ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.