અબતક, સંજય ડાંગર, ધ્રોલ

તા.18/02 ના ધ્રોલ પો.સ્ટે.ના પો.સબ ઈન્સ, એમ.એન.જાડેજાની સુચનાથી ધ્રોલ પોલીસ સ્ટેશન વિલેજએ બીટ ઈન્ચાર્જ પો.હેડ કોન્સ. કે.ડી.કામરીયા તથા સાથેના પો.સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ધ્રોલ તાલુકાના હરીપર ગામના થોભણભાઇ આણંદભાઇ ભુંડીયા રહે.હરીપર ગામ વાળાને સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામાં એક બાળક રખડતુ મળી આવેલ હોય, જે બાળક પોતાનું નામ રાધુ બતાવતો હોય, જે બાળક પોતાના વાલી વારસનું નામ બતાવી શકતો ન હોય અને બાળકના વાલી વારસ ન મળતા તેઓ બીટ ઈન્ચાર્જને જાણ કરતા અહિ ધ્રોલ પોલીસ સ્ટેશન લાવતા, તેના વાલીની તપાસ કરી કરાવતા શોધખોળ કરતા, તેના વાલી નીરૂબેન વા/ઓ રૂમાલભાઇ પરમાર રહે.

જીરણ ગામ તા.ચંદ્રશેખર આઝાદનગર (ભાભરા) જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળાને અત્રે ધ્રોલ પોલીસ સ્ટેશન બોલાવતા, આ બાળક રાધુ સ/ઓ ભંગુભાઈ ભુનસીંગ બામણીયાનું હોવાનું ખાત્રી કરી તેના મોટા બહેનની સાથે રહેતો હોય જેથી તેમને સોપી આપેલ છે.

આ સમગ્ર કાર્યવાહિમાં ધ્રોલ પો.સ્ટે.ના પો.સબ ઈન્સ. એમ.એન.જાડેજા તથા પ્રો.પો.ઈન્સ. કે.એસ.માણીયા તથા પો.હેડ કોન્સ. કે.ડી.કામરીયા તથા પો.હેડ કોન્સ. આર.એમ.જાડેજા તથા પો.કોન્સ. ગોપાલભાઈ રામજીભાઈ ચાવડા તથા પો.કોન્સ. જયેશભાઈ માત્રાભાઈ પઢેરીયા તથા પો.કોન્સ. ભાઈલાલ ભાઈ કેવળભાઈ રાઠોડ તથા વુ.પો.કોન્સ. લક્ષ્મીબેન ગોવિંદભાઈ જાદવ નાઓએ કાર્યવાહી કરેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.