- રાઘવેન્દ્ર વત્સને સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર(ક્રાઇમ) તરીકે જયારે શરદ સિંઘલને જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ)અમદાવાદ ખાતે નિમણુંક
Gujarat News : રાજ્ય પોલીસ બેડામાં લોકસભા ચૂંટણી પહેલા વધુ એકવાર બદલીનો ગંજીપો ચિપાયો છે. રાજ્યના 12 જેટલાં આઈપીએસની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે જયારે પાંચ જેટલાં સિનિયર આઈપીએસને બઢતી આપવામાં આવી છે.
રાજ્યના 12 IPS પોલીસ અધિકારીઓની બદલીના હુકમોની જો વાત કરવામાં આવે તો ગગનદીપ ગંભીરને IGP એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર મુકાયા છે. રાઘવેન્દ્ર વત્સને જોઈન્ટ પોલીસ કમિશનર(ક્રાઇમ) સુરત તરીકે મુકવામાં આવ્યા છે. શરદ સિંઘલને જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ)અમદાવાદ મુકવામાં આવ્યા છે. જયારે નીરજ કુમાર બડગુજરને એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ અમદાવાદ સેક્ટર વન તરીકે મુકવામાં આવ્યા છે.
વધુ 12 IPSની બદલીના આદેશ
ઉપરાંત ચૈતન્ય માંડલીકને એસ.પી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર મુકવામાં આવ્યા છે. મનીશ સિંઘને એસપી એમટી ગાંધીનગર મુકવામાં આવ્યા છે. ઉષા રાડાને કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ-છ મુદ્દેતી(સાબરકાંઠા) ખાતે નિયુક્તિ આપવામાં આવી છે જયારે મૂકવામાં અજીત રાજીયનને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ(ક્રાઇમ) અમદાવાદ શહેરમાં મૂક્યા છે. ડો. લવિના સિંહાને ડીસીપી (સાઇબર ક્રાઇમ) અમદાવાદ મુકવામાં આવ્યા છે. રુપલ સોલંકીને ડીજીપી ઓફિસમાં સ્ટાફ ઓફિસર તરીકે જયારે ભારતી પંડ્યાને એસપી ટેકનિકલ સર્વિસ ગાંધીનગર ખાતે નિમણુંક આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે કરેલા આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમમાં વેઇટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જ જગ્યાઓ ભરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમાં પણ અમદાવાદ શહેરની ત્રણ જગ્યા પર પોસ્ટિંગ તેમજ શરદ સિંઘલ, ભારતી પંડ્યા, ઉષા રાડા અને ચૈતન્ય માલિકને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાંથી ચાર્જ સોંપવામાં આવ્યો છે. એટલે કે, હવે તેમને નવી નિમણૂંક મળી ગઈ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ચૂંટણી હોવાના કારણે જે પોસ્ટ ખાલી હતી તે હવે ભરી દેવામાં આવી છે. જેના કારણે અમદાવાદ શહેરને મહત્વની પોસ્ટ ગણાતા વિસ્તારમાં અધિકારીઓની નિમણૂંક થઇ ગઈ છે.