ગુજરાતમા અબોલ પશુઓની તેના માંસમાટે હત્યા થઇ રહી છે. ત્યારે આ અબોલ પશુઓની હત્યા ન થાય તે માટે સરકાર દ્વારા કાયદો પણ છે પરંતુ આ કાયદાને માત્ર ઉલ્લંઘન માટે જ રખાયો છે. કાયદો હોવા છતા પણ દરરોજ માત્ર ગુજરાત રાજ્યમાથી જ હજારો પશુઓની હત્યા થઇ રહી છે ત્યારે ધ્રાગધ્રા તાલુકા પોલીસ દ્વારા થોડા સમયથી પશુઓની હત્યા પ્રત્યે ગંભીરતા દાખવી નાઇટના સમયે સતત પેટ્રોલીંગ કરતા હાલમા જ એક ટ્રકમા ગેરકાયદેસર પશુઓને લઇ જવાતા ઝડપી પાડ્યા હતા તેવામા ગત રાત્રી દરમિયાન ફરીથી ધ્રાગધ્રા હાઇવે પર ગુરુકુળ વિસ્તાર પાસે ધ્રાગધ્રા તાલુકા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ પાઠક, સાગરભાઇ રબારી, દિલીપભાઇ સહિતનાઓ પેટ્રોલીંગમા હતા તે સમયે એક શંકાસ્પદ ઇન્ડીકા કાર નંબર GJ 18 AU 5144 વાળી નિકળતા પોલીસ દ્વારા આ કારને રોકવાનો ઇશારો કરવા છતા પુર ઝડપે હંકારી મુકી હતી જેથી પોલીસે તુરંત તેનો પીછો કરી થોડાદુર હાઇવે પર આ કારને આંતરી લઇ તપાસ કરતા ઇન્ડિકા કારમાથી પાડા જીવ નંગ ત્રણ મળી આવ્યા હતા ખુબજ ક્રુરતા પુવઁક આ પશુઓને બાંધેલી હાલતમા જોતા એક સમય માટે પોલીસના હ્રદય પણ કંપી ઉઠ્યા હતા.
જ્યારે પોલીસે કારની અંદર બેઠેલા ત્રણ શખ્સોને પકડી પુછપરછ કરતા તેઓએ પોતાના નામ ફારુક અબ્રાહમભાઇ મુમાણી, ફિરોઝ ઉફેઁ મુન્નો મહમદભાઇ તથા તોફીક રશુલભાઇ મમાણી રહે:- તમામ ધ્રાગધ્રાવાળા હોવાનુ જણાવ્યુ હતુ પોલીસે તમામ શખ્સોને ઝડપી તાલુકા પોલીસ સ્ટેશને ત્રણેય વિરુધ્ધ પશુ અધિક્રમણનો ગૃન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.