શહેરમાં ગણેશ મહોત્સવ રંગેચંગે ઉજવણી થયા બાદ આજે વિસર્જન કરવાનું હોવાથી પોલીસ દ્વારા અલગ અલગ પાંચ સ્થળો નક્કી કરાયા છે ત્યાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે તે પૈકીના પાળ ગામ નજીક જખરાપીરની જગ્યા પાસે પાણીના ખાડામાં ગણેશ વિસર્જનનું એક સ્થળ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં વાહનોની અવર જવરના કારણે પાળ થી જખરાપીરની દરગાહ સુધીનો રસ્તો બિસ્માર અને મોટા ખાડા હોવાના કારણે ગણેશ વિસર્જન કરવા આવતા વાહનોને મુશ્કેલી પડતી હોવાથી અને ખાડાના કારણે અકસ્માત સર્જાય તેવી દહેશત હોવાથી તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ.વણઝારાના માર્ગ દર્શન હેઠળ એએસઆઇ હર્ષદસિંહ ચુડસામા, નગીનભાઇ ડાંગર, ઉમેશભાઇ, અરજણભાઇ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી પોતાના સ્વ ખર્ચે મોરમના ટેકટર મગાવી રસ્તા પરના ખાડા બુરવાની કામગીરી શરૂ કરી હતી તેમજ પોલીસ સ્ટાફે જાત મહેતન કરી શ્રમયજ્ઞમાં ભાગ લઇ ગણેશ વિસર્જન કરવા આવતા ભાવિકોની પશંસા મેળવી હતી.

police-repaired-the-road-in-ganesh-dissolution-route
police-repaired-the-road-in-ganesh-dissolution-route

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.