હોળી-ધૂળેટીના તહેવારોમાં સદર બજારમાં કલર, પીચકારી અને ખાધ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓએ સદર બજારના રસ્તા પર કલરની બોરીઓ ટ્રાફીકને અડચણ રૂપ રાખી વેપાર કરતા હોવાની ફરિયાદના પગલે અને
રાહદારીઓને નીકળવામાં મુશ્કેલીઓ ભોગવવી પડતી હોવાની ફરિયાદોનાં પગલે ટ્રાફીક પોલીસનાં પીઆઈ એસ.એમ. ગડુ સહિતનો સ્ટાફ સદર બજારમા ટ્રાફીકની ટ્રોલી સાથે દોડી જઈ જે જે સ્થળો એ વેપારીઓએ ટ્રાફીકને અડચણ રૂપ અને રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડે તેવી રીતે રસ્તામાં રાખેલી કલરની બોરીઓ ટ્રોલીમાં ભરી રસ્તો ચોખ્ખો કરી ટ્રાફીક હળવો કર્યો હતો. સાથે સાથે પોલીસ સાથે જીભા જોડી કરનાર એક વેપારીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.