કારખાના મલિક તેમજ ઠેકેદાર કુમળા બાળકોને માર મારી મજૂરી કરાવતા
જેતપુર શહેર સાડી ઉદ્યોગના કારખાના મજૂરી કામ કરતા ૧૦ જેટલા બાળમજૂરોને શહેર પોલીસે મુક્ત કરાવી આ કારખાનાં ના મલિક તેમજ કામે રાખનાર ઠેકેદાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત મુજબ આજે સવારે અહીંની સરકારી હોસ્પિટલ ખાતે ચંદનકુમાર સુધાકર તિવારી નામનું ૧૩ વર્ષ બિહારના રહેવાસી બાળક સારવાર માટે આવેલ હતું જેના શરીર પર ઇજા ના નિશાન હતા તેના ઠેકેદાર દ્વારા તેને ઢોર માર મારી મોડે સુધી કામ કરવામાં આવેલ હતું આ અંગે પી.એસ.આઈ.વાછાણીને જાણ થતા તે નવગઢમાં ખોડિયાર ,ધાર પાસે આવેલ સાડીના કારખાના તાપસ કરતા નાની વયના ૧૦ જેટલા બાળકો પાસે મજબુર કરી કામ કરવામાં આવતું હતુંમ આ ઠેકેદાર તેમજ કારખાના ના સંચાલક દ્વારા બાળકોને માર મારી તેની પાસે મોડે સુધી કામ કરવામાં આવતું હતુંમપોલીસે તમામ બાળકોને ત્યાંથી મુક્ત કરાવી આરોપી કિસલકુમાર સલરામ રામે તેમજ ઠેકેદાર કસર અબ્દુલ હસનાલ સામે આઈ.પી.સી.૩૨૩,૫૦૪,૧૧૪ તેમજ ધ જુવેનાઇલ એક્ટ ૨૦૧૫ ની કલામ ૭૫,૭૯ તેમજ બાલ અધિનિયમ ૧૯૮૬ ની કલામ ૩ અબે ૧૪ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.