વાહન ચેકીંગ દરમ્યાન કાવો મારી ભાગી જતા શખ્સને પોલીસે પકડતા કરી હતી મારકૂટ
રાજકોટમાં મોરબી હાઇવે પર કાગદડી ગામ નજીક પોલીસ સ્ટાફ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યું હતું. ત્યારે એક શખ્સ બાઈક ઉપર આવી રહ્યો હતો ત્યારે તેને પોલીસે ચેકિંગ માટે રોકતા તેણે ત્યાંથી કાવો મળી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને પોલીસે પકડી લેતા તે શકશે પોલીસ સાથે મારકુટ કરી હતી અને પોલીસના ટોપી પટ્ટા ઉતારી દેવાની ધમકી આપતા પોલીસે તેના વિરુદ્ધ ફરજમાં રોકાવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કુવાડવા પોલીસમથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રોહિતદાન ગઢવી ઉપરાંત હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડ સાથે રાજકોટ-મોરબી હાઈવે પર કાગદડી ગામ પાસે આવેલા ખોડિયાર આશ્રમ નજીક ચૂંટણીને લઈ ચાલુ કરાયેલી ચેકપોસ્ટે આજે વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે મોરબી તરફથી પૂરપાટ વેગે ધસી આવેલી કારના ચાલકે વાહન ચેકીંગ કરતા પોલીસ સ્ટાફ પાસેથી કાવો મારતા સ્ટાફ હટી ગયો હતો.
આથી પોલીસે તેને કાર ચાલકને હાથથી અને વ્હીસલ મારી બૂમો પાડી ઊભો રાખવાનું જણાવતા ચાલકે કાર ભગાડી મુકી હતી. આ અંગે પોલીસ સ્ટાફે જમાદાર વિક્રમભાઈ ગળચર કે જે પેટ્રોલીંગમાં હતા તેને જાણ કરતા તેણે આ કારને મોરબી રોડ પર એક હોટલ નજીક રોકાવી હતી.
આ દરમિયાન રોહિતદાન સહિત ત્યાં પહોંચી ગયા હતા. કારચાલકને નીચે ઉતારી પૂછપરછ કરતા તે જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો અને ગાળાગાળી કરી તમે કોણ છો મને પૂછવાવાળા, પોલીસ કાંઈ બગાડી ના લ્યે, મારી મરજી ગાડી ઉભી રાખું તો પણ ઠીક અને ના ઉભા રાખું ક તો પણ ઠીક, કહી ઉશ્કેરાઈ જમાદાર સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમાં જમાદા2ને સામાન્ય ઈજા થઈ હતી.
આથી પોલીસ સ્ટાફે તેને પકડી કંટ્રોલ કરતા તે ફરીથી બધાને ગાળો દેવા લાગ્યો હતો અને ‘તમારા પટ્ટા ટોપી ઉતારી દઈશ, તમે મને ઓળખતા નથી, હું કોણ છું, તમને હું જોઈ લઈશ’ કહી ધમકી આપી હતી. પોલીસ સ્ટાફે તેને પકડી કુવાડવા પોલીસમથકે લાવી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નિરવ 2 દિનેશભાઈ બકરાણિયા (ઉ.32, રહે. શારદા સોસાયટી, રવાપર રોડ, મોરબી) હોવાનું કહ્યું હતું. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ કબ્જે કરી તેની સામે ફરજનો રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી અટકાયત કરી છે.