રાજ્યમાં સ્પાના ઓઠા હેઠળ ચાલતા ગોરખ ધંધા પર ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા જેના અનુસંધાને રાજ્યભરની પોલીસ દ્વારા પામવા દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં સુરત, અમદાવાદ, જુનાગઢ, ભાવનગર,જામનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં સ્પાની આડ માં ચાલતા કુટણખાના પકડાયા હતા.અને જ્યારે અનેક સંચાલકો દ્વારા તેને ત્યાં નોકરી કરતી અન્ય રાજ્યની યુવતીઓનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં ન કરાવતા તેની સામે જાહેરનામા પગ નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં 20 દિવસ પહેલાં થયેલા જ એસઓજીએ શહેરના મોટાભાગના સ્પામાં એક સામટા દરોડા પાડયા હતા. જે દરમિયાન 17 સ્પામાં કામ કરતી યુવતીઓ અંગે પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન નહીં કરાવાયાનું ખુલતાં ગુના દાખલ કરાવાયા હતા. એસઓજીની આ કાર્યવાહી પછી પણ સ્પાના અમુક સંચાલકો નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ પોતાને ત્યાં કામ કરતી યુવતીઓના રજીસ્ટ્રેશન નહીં કરાવતા આજે ઝપટે ચડી ગયા હતા. આજે જાહેરનામા ભંગ હેઠળ સ્પાના સંચાલકો સામે શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં ફરિયાદો નોંધાવાઈ હતી.
સુરત,અમદાવાદ,જૂ નાગઢ,ભાવનગર,જામનગર,સુરેન્દ્રનગર અને મોરબીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પકડાયા
સંચાલકોએ નોકરી કરતી યુવતીઓનું પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન નહીં કરાવતા જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો
જેમાં 150 ફૂટ રીંગ રોડ પર બીગ બજારના ગ્રાઉન્ડ ફલોર પર પર્પલ સ્પાના સંચાલક રાજ નારાયણજી મિશ્રા (ઉ.વ.20, રહે. મૂળ રાજસ્થાન), યુનિ.રોડ પર સુર્વણ કોમ્પલેક્ષના પહેલા માળે એન્જોય સ્પાના સંચાલક વિરેન રમેશભાઈ ભટ્ટી (ઉ.વ.42, રહે. વ્હાઈટ ગોલ્ડ એપાર્ટમેન્ટ, રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસે), મવડી રોડ, ફાયરબ્રિગેડની સામે એમ કે પ્લસ નામના સ્પાના સંચાલક ઉર્વશીબેન બળવંતભાઈ મકવાણા (ઉ.વ.23, રહે. જીજીબાઈ ટાઉનશિપ, રૈયા ગામ), અક્ષર માર્ગ પર અનમોલ આર્કેડમાં આવેલા બુઢ્ઢા ઈન્ટરનેશનલ સ્પાના સંચાલક કબીર અરૂણભાઈ લાલચંદાણી (ઉ.વ.23, રહે. તીર્થ એપાર્ટમેન્ટ, નાગેશ્વર), રૈયા રોડ પર સદ્દગુરૂ કોમ્પલેક્ષમાં ગ્લેમર સ્પાના ધૃવ ભરત પરમાર (ઉ.વ.22, રહે. અલ્કાપુરી સોસાયટી, રૈયા રોડ) અને નિર્મલા રોડ પરના પ્રિન્સ વેલનેસ સ્પાના પુજાબેન રાજેન્દ્રસિંહ લટવાળ (ઉ.વ.30, રહે. નહેરૂનગર શેરી નં.5, રૈયા રોડ), ઈન્દિરા સર્કલ પાસે પ્રસિધ્ધ કોમ્પલેક્ષમાં આત્મીજ એન્ડ વેલનેશના કિરીટ મોહનભાઈ જોટાંગીયા (ઉ.વ.36, રહે. રંગોલી પાર્ક, મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટર),એસ એન કે સ્કૂલ પાસે શકુંતલા સોસાયટી પાસેના મીન્ટ વેલનેશના સુનિલ દિલીપ પરીહાર (ઉ.વ.25, રહે. ભગતસિંહ ગાર્ડન પાસે), નાના મવા રોડ પર દાસી જીવણપરા નજીક ગ્રીનલીફ સ્પાના ભરત જોગીભાઈ સોની (રહે. રાજનગર ચોક, મેહમાયા સોસાયટી શેરી નં.1), નજીકમાં જ આવેલા ફલોરા સ્પાના હોજેફા આબીદ વાકાનેરી (રહે. ભગવતીપરા, બદ્રીપાર્ક-1), ચંદ્રપાર્ક- હરસુરમાં માઈલ સ્ટોન સ્પાના ભરત પાડા (રહે. વિશ્વકર્મા સોસાયટી, સાધુ વાસવાણી રોડ), સત્યસાંઈ રોડ પરના કયા વેલનેશ સ્પાના અજય વિઠ્ઠલભાઈ જોગરાણા (રહે. રૈયાધાર સ્લમ કવાર્ટસ) અને નજીકના મારૂતી ચોક પાસે આવેલા ઓસાના સ્પાના રોહિત વિજય ટમટા (રહે. આવાસ યોજનાના કવાર્ટર, કાલાવડ રોડ)નો સમાવેશ થાય છે.આ તમામ સ્પામાં નાગાલેન્ડ, અમદાવાદ, દિલ્હી, પશ્ચિમ બંગાળ વગેરે જગ્યાએ રહેતી યુવતીઓ, થેરાપીસ્ટ વગેરેના કામ માટે રાખવામાં આવી હતી. પરંતુ નિયમ મુજબ તેમના રજીસ્ટ્રેશન નહીં કરાવાતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે કચ્છમાં સ્પાના ઓઠા હેઠળ ચલાવતા ત્રણ કુટણખાના, જૂનાગઢમાં ત્રણ કુટણખાના ,મોરબીમાં પાંચ કુટણખાના , અમદાવાદ સુરતમાં પાંચ કુટણખાના, વડોદરામાં ત્રણ કુટણખાના, જ્યારે સુરેન્દ્રનગર અને ભાવનગરમાં એક એક કુટણખાના પકડ્યા હતા.