બબલીએ દિલ્લીના શખ્સને 10 લાખ રૂપિયા આપ્યાનું રટણ
અબતક,રાજકોટ
રાજકોટમાં ચર્ચિત પોલીસ ભરતી કાંડમાં નવો વણાંક આવ્યો છે. રાજકોટ પોલીસે તપાસમાં દિલ્લીના મુખ્ય સૂત્રધારને પોલીસે બેગ્લોરથી ઝડપી પાડ્યો છે.જેમાં આરોપી બબલી ક્રિષ્ના ભરવાડે એવું રટણ કર્યુ હતું કે દિલ્હીના શખ્સે પોતે પરિક્ષામાં પાસ કરાવી દેતો હોવાનું પોતાને કહ્યું હોઇ પોતે પણ તેને નોકરી માટે દસેક લાખ દીધા હતાં. આ અંગેની તપાસમાં પોલીસની સુત્રધાર આરીફની પૂછતાછ કરતા તેને જણવ્યું હતું કે,કૃષ્ણએ તેની પાસેથી દશ લાખ પડવાયા છે.જેથી પોલીસે હકીકત જાણવા ઉંડાણમાં તપાસ હાથ ધરી છે.
પીએસઆઈ અને એલઆરડીની પરિક્ષામાં લેખિત કે શારીરિક સહિતની કોઇપણ પરિક્ષા આપ્યા વગર સીધા જ ગાંધીનગરથી જોઇનીંગ લેટર અપાવી દેવાની લાલચ આપી રાજકોટ શહેર સહિતના 12 ઉમેદવારોને જાળમાં ફસાવી લલચાવી રૂ. 15 લાખની ઠગાઇ કરનાર મુળ જુનાગઢની અને અગાઉ કેન્યા નાઇરોબીના યુવાન સાથે છુટાછેડા લઇ ચુકેલી ક્રિષ્ના શામજીભાઇ ભરડવા તથા તેની સાથે લિવ ઇન રિલેશનથી રહેતાં જામનગરના જેનિશ ધીરૂભાઇ પરસાણાને ગઇકાલે ગાંધીગ્રામ પોલીસે કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
ક્રિષ્નાએ એવું પણ રટણ કર્યુ હતું કે દિલ્હીના શખ્સ સાથે મારી ઓળખાણ કેન્યા રહેતાં માર મિત્રએ કરાવી આપી હતી. તે પીએસઆઇ એલઆરડીની પરિક્ષામાં પાસ કરાવી દેતો હોવાની માહિતી મને મળી હતી. મેં પણ તેને નોકરી માટે દસ લાખ મોકલ્યા હતાં. પોલીસની ટીમ દિલ્હી સુધી પહોંચી હતી. પરંતુ આરીફ નામનો દિલ્હીનો શખ્સ હાથ લાગ્યો ન હોતો. પોલીસે તેના પરિવારજનોની પુછતાછ કરી હતી.
આ શખ્સ ત્યાં જમીન મકાનની છુટક દલાલીનું કામ અને ફેરીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી પોલીસ વિગતો બહાર લાવવા મથામણ કરી રહી છે.