હોટલ સંચાલક સહિત ચારની ધરપકડ: ટેન્કર ચાલકો સો ડીલ કરી અન્ય ટેન્કરમાં ડીઝલનો જથ્થો ભરતી વેળાએ પોલીસ ત્રાટકી: ૨૯.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે
ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલના મેદાનમાં ચોટીલા પોલીસે શુક્રવારનાં છાપો મારી ડીઝલ ચોરીનું રેકેટ ઝડપી પાડેલ હતુ. આ દરોડામાં રૂ. ૨૯ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલના મેદાનમાં માલીકની પરવાનગી વગર વિશ્વાસઘાત કરી ટેન્કરમાંથી પ્લાસ્ટીકની પાઇપ દ્વારા ડીઝલ ચોરી કરી બેરલમાં ભરતા રંગે હાથે હોટેલ સંચાલક સંચાલક ઝડપાઇ જતાં ચકચાર ફેલાઇ હતી. જેમાં સંચાલક જુનાગઢનાં માંગરોળ તાલુકાના આંતરોલી ગામનાં રાજસીભાઇ રાજભાઇ કડછા મેર, તેમજ ટેન્કરના ડ્રાઈવર ભરતભાઈ ભુરાભાઇ સરસીયા રે. મોખાણા, ભરતભાઈ પ્રભુભાઇ પંચાળા સાથે સંદિપભાઇ મહેશભાઈ તન્નાને પકડી પાડેલ હતા.
આ ડીઝલ ચોરી રેકેટ છેલ્લાં ત્રણેક માસથી ચાલતુ હોવાની ચર્ચા છે. પોલીસે બેરલમાં ભરેલ ડીઝલ લીટર ૧૦૧૫ રૂ.૬૦,૯૦૦, ટેન્કર કિ.રૂ.૧૫,૦૦,૦૦૦ તેમજ તેમા ભરેલ જથ્થો કિ.રૂ.ટેમ્પો ૪૦૭ કિ.રૂ ૧,૦૦,૦૦૦, મોબાઈલ ફોન ૫ રૂ.૪૦૦૦ અન્ય સાધનો મળી ૨૯,૬૮,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હોટેલમાં જમવા ઉભા રહેતા ટેન્કર ચાલકોસાથે સંચાલક દ્વારા ડીલ કરાઇ હતી.
પ્લાસ્ટિકની પાઇપ વાટે આશરે ૩૦ લીટરનાં કેરબામાં કાઢવામાં આવતુ હતું. જેના તેઓને ૧૫૦૦ થી ૧૭૦૦ આપવામાં આવતા હતા. જે નજીકમાં રાખવામાં આવેલ વાહનમાં એકત્રીત કરી આ કૌભાંડ આચરવામાં આવતુ હતું. રેઇડ દરમ્યાન પકડાયેલ ટેન્કર એસ્સાર ઓઇલ લીમીટેડ વાડીનારથી ડીઝલ ભરી બાયડ પાસેનાં બોરલ ગામે જય જલારામ પેટ્રોલ પમ્પ ખાતે જતુ હતું. પકડાયેલ આરોપીઓને કોર્ટમાં રજુ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.