વિકાસનો પર્યાય બની રહેલા ગુજરાતને વધુ સલામત અને સુરક્ષિત બનાવવા ના પ્રયાસોના ભાગરૂપે રાજ્યની સુરક્ષા વધુ સઘન બનાવવા માટે પોલીસ દળને આધુનિક સુવિધા સફળ બનાવવાની સાથે સાથે પોલીસ કર્મચારીઓની ઘટ ની સર્વ વ્યાપી સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારે જે પ્રયત્નો શરૂ કર્યા છે તે ખૂબ જ આવકારદાયક ગણાય ૨૦૨૧માં ૧૩૦૦૦ પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની સરકારે જાહેરાત કરી છે, વળી રાજ્યમાં થનારી પોલીસ દળની જરૂરિયાતને આપૂર્તિની સાથે સાથે આર્થિક બચત માટે પણ મહત્વની બની રહેવાની છે સરકારી તંત્રએ પોલીસ ભરતીમાં પણ કરકસર નો અભિગમ અપનાવ્યો છે અને કોસ્ટ કટિંગને મહત્વ આપ્યું છે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા છ વર્ષમાં ઓગણપચાસ હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરી છે આ પૂર્વે પોલીસ મહેકમમાં સતત નોંધપાત્ર ઘટાડો થતો રહેતો હતો પરંતુ છેલ્લા સાત વર્ષથી ગુજરાતમાં ભરતીની પ્રક્રિયા સારી રીતે આગળ ચાલતી હોવાથી મહેકમમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે ખાસ કરીને છેલ્લા બે-ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી છે વળી રાજ્ય સરકારે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ ને માનદ સેવા માટે પણ વિચાર કર્યો છે પોલીસ કર્મચારીઓ નિવૃત થાય ત્યાં સુધીમાં તેઓએ પોતાની કારકિર્દીમાં ઘણો અનુભવ મેળવ્યો હોય છે આ અનુભવ નવા કર્મચારીઓને કામ આવે તે માટે ફિલ્મી ઓફિસરની નિમણૂક ની નવી પહેલ નવા થતા જુનિયર પોલીસ કર્મચારીઓ અને જૂના જોગીઓ ના અનુભવ કામ આવશે ગુજરાત નો વિકાસ અત્યારે સોળે કળાએ ખીલ્યો છે વળી મૂડીરોકાણ અને ગુજરાતમાં બહારથી આવનારા ઉદ્યોગપતિઓ અને પોતાના વ્યવસાય અને રોકાણની સુરક્ષાની બાહેધરી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સંગીનત્તા થી મળતી હોય છે, તાજેતરમાંં આવેલા એક રાષ્ટ્રીય સર્વેમાં દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ક્રાઈમ રેટ સંતોષજનક રીતે કાબુમાં હોવાનું ઉજાગર થયું હતું બીજી તરફ ગુજરાતમાં આંતરિક સુરક્ષાની જરૂરી કાર્યવાહી માટે પરિસ્થિતિ જાળવવા માટે વિસ્તાર મુજબના નવા પોલીસ મથક નિર્માણ જે ગતિથી ચાલી રહ્યું છે તેની સામે પોલીસનું ખૂબ જ મર્યાદિત હોય અને લગભગ તમામ નાનામોટા પોલીસ મથકમાં જરૂરી કર્મચારીઓ કરતા કાયમી ધોરણેે કર્મચારીઓની અછતની ફરિયાદ રહેતી હતી પરંતુ છેલ્લા સાત વર્ષથી ગુજરાતમાં પોલીસ ભરતીમાંં સરકારે રૂચિ દાખવી છે તેનાથી પોલીસ કર્મચારીઓની ઘટની સમસ્યા મહદ અંશે ઓછી થવા પામી અગાઉ કામનું ભારણ અને સ્ટાફના સેટઅપમાં રહેતી વિસંગતતાના કારણેે નાનાથી લઈ મોટા અધિકારી કર્મચારીઓ સુધી તમામને સતત કામના ભારણ હેઠળ ફરજ બજાવી પડતી હતી અને પોલીસ કર્મચારીઓ હંમેશા ડિપ્રેશનમાં રહેતા હતાતા નવી ભરતી ના કારણે પોલીસ કર્મચારીઓની અછત હવે ઓછી થતી જય છે પરંતુ વધતી જતી વસતી અને કામના વ્યાપના કારણે હજુુ પોલીસ કર્મચારીઓ ખુટી રહ્યા્યા ત્યા નવી ભરતીથી ઘટ પુરી થશે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત