ગુજરાત પોલીસ ભરતી માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકસક્ષક માટે અરજી કરનાર ઉમેદવારો માટે શારીરિક કસોટી અંગે મહત્વના સમાચાર આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસ ભરતી માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકસક્ષક માટે અરજી કરનાર ઉમેદવારો માટે શારીરિક કસોટી અંગે મહત્વના સમાચાર આવ્યા છે. તેમજ પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરુ થઈ શકે છે. આ માહિતી ગુજરાત પોલીસ ભરતીબોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોતાના સત્તાવાર એક્સ હેન્ડર પર બે ટ્વીટ કરીને આપી હતી.
ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે X કરી આપી માહિતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આજે 11 ઓક્ટોબર 2024, શુક્રવારે સવારે પોતાના સત્તાવાર X હેન્ડલ ઉપર એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે પોલીસ ભરતીની શારીરિક કસોટીની અપેક્ષિત તારીખ જાહેર કરી હતી. ત્યારબાદ બીજા એક X માં CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે પણ માહિતી આપી હતી.
હસમુખ પટેલે X માં લખ્યું હતું કે પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરૂ થશે. તેમજ શરૂઆતમાં જેમણે PSI તથા લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે. તેમજ તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતી ને ધ્યાનમાં લઇ CCE ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.
તેમણે પોતાના બીજા Xમાં લખ્યું હતું કે CCEની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારી ચાલુ રાખી શકે. આ ઉપરાંત વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. તેમજ શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસીની શક્યતા ઘટાડે છે.
PSI 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી
પોલીસની ભરતીમાં PSIની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી છે. આ ઉપરાંત 9 સપ્ટેમ્બર 2024 અરજી કરવાનો અંતિમ દિવસ હતો. તેમજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં PSI માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી હતી. જ્યારે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અરજીઓ મંગાવી ત્યારે PSIની 51,800 અને લોકરક્ષક 1.35 લાખ જેટલી અરજી આવી છે.
ગૃહવિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા PSI, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે બહોળી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે.