શહેરના મહત્વના ચોક પર મોડી રાત્રે બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસ ચેકીંગ
નવરાત્રીના તહેવાર દરમિયાન શહેરના જાહેર માર્ગો પર ફરતા આવારા તત્વોને છેલબટાવ યુવાનોની શાન ઠેકાણે લાવવા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે માલવીયાનયર પોલીસ મથક વિસ્તારમાં આવતા નાનામવા
સર્કલ, કે.કે.વી. ચોક, કોસ્મો ચોક સહીત વિવિધ વિસ્તારોમાં ડીસીપી ઝોન-ર અને એસીપી ટંડન, પી.આઇ. એન.એન. ચુડાસમા સહીતના પોલીસ કાફલા દ્વારા મોડી રાત્રીના વાહન ચેકીંગ અને નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા શખ્સોને ઝડપી લેવા ઓચીંતી ડ્રાઇવ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવતા લુખ્ખા તત્વોમાં ફફડાટ મળી જવા પામ્યો હતો. અબતક સાથેની વાતચીતમાં ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નવરાત્રીના પર્વ પર તમામ રાસોત્સવ અને ગરબી ૧ર વાગ્યો સમાપ્ત થાય છે પરંતુ રાત્રે એક વાગે પણ હજુ ટ્રાફીક જોવામાં આવે છે કે ખેલૈયાઓ અને શહેરીજનો ઘર તરફ જતા હોય છે. તે દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા એકદમ હેવી ચેકીંગ કે દરેક જે ઇન્ટરજેકશન છે. જેવા કે. કે.કે.વી., નાનામવા સર્કલ, કોસ્મો ચોકડી અને શહેરના મહત્વના તમામ ચોક પર તમામ પોલીસ મથકના ઇન્ચાર્જ અધિકારી સાથે અને એ.સી.પી. સાથે અને બ્રેથ એનેલાઇઝર સાથે ચેકીંગ કરવામાં આવે છે.
જેના ભાગરુપે કે જેઓ મેજર બ્લેક ફિલેમ વાળી કાર છે અને જેની નંબર પ્લેટ નથી ઉપરાંત કોઇ શંકાસ્પદ હોય તેઓનું પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. અને જે દંડનીય પાત્ર બને તેઓ સામે પગલા લેવામાં આવે છે.
રાજકોટના શહેરીજનો સુરક્ષિત રીતે નવરાત્રી તહેવાર માણીશકે તે માટે પોલીસની પ્રેઝેન્સ પણ છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી ગરબાના તમામ સ્થળોએ અને ૫૯ પેટ્રોલીંગ રુટ એક સાથે હજાર જેટલા પોલીસ બદોબસ્ત સાથે રાજકોટના શહેરજનોને પુરી સુરક્ષા આપવા માટે અમો કટીબઘ્ધ છીએ.